અટારી પંજાબનું પહેલુ સ્માર્ટ ગામ બનશે, પંજાબ સરકારે જાહેરાત કરી

પંજાબ સરકારને અટારીને પંજાબનું પહેલુ સ્માર્ટ ગામ બનાવવાની જાહેરાત કરી છે. પંજાબ સરકારે શામ સિંહ અટારીવાલાના 177માં શહીદ દિવસની ઉજવણી દરમિયાન આ જાહેરાત કરી હતી.

અમૃતસર : પંજાબ સરકાર ગ્રામીણ વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે હવે ભગવંત માન સરકારે અટારીને સ્માર્ટ ગામ તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે અટારી સમાધિ ખાતે શીખ ધર્મના મહાન સેનાપતિ શામ સિંહ અટારીવાલાના 177માં શહીદ દિવસની ઉજવણી કરી હતી. અહીં પંજાબ સરકરના કેબિનેટ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શામ સિંહ અટારીવાલાને શ્રદ્રાંજલિ અર્પણ કરી હતી.

Punjab government

શામ સિંહ અટારીવાલાના 177માં શહીદ દિવસની ઉજવણી દરમિયાન પંજાબ સરકાર તરફથી કુલદીપ ધાલીવાલે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, સુપ્રસિદ્ધ જનરલ શામ સિંહ અટારીવાલાના ગામ અટારીને પંજાબનું પ્રથમ સ્માર્ટ ગામ બનાવવામાં આવશે. અહીં તેમના ફંડમાંથી ગામને 10 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે શામ સિંહ અટારીવાલા શીખ ધર્મના મહાન સેનાપતિ રહ્યા છે. તેમની શહાદત આવનારી નવી પેઢી માટે દીવાદાંડી બની રહેશે. તેમણે કહ્યું કે શહીદો એક પરિવારના નહીં સમગ્ર કૌમની મૂડી હોય છે.

અહીં તેમણે કહ્યું કે, શામ સિંહ અટારીવાલા જે બહાદુરીથી બ્રિટિશ સેનાઓ સામે લડ્યા અને 10 ફેબ્રુઆરી 1846ના રોજ શહીદી થયા તે પોતાનામાં એક ઉદાહરણ છે. અટારીવાલા પરિવારના સભ્યો બરિન્દર સિંહ, મહાસચિવ હરપ્રીત સિંહ સિદ્ધુ, બીબા અમિતેશ્વર કૌર, બીબા જસપ્રીત કૌર, બીબા સંદીપ કૌર, દિનેશ સિંહ સિદ્ધુ, આપ નેતા સતપાલ સોખી અને સ્ટેજ સેક્રેટરી ઈન્દ્રજીત સિંહ કાહલોન આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X