મુંબઇની લોકલ ટ્રેનમાં અમેરિકન મહિલા પર હુમલો

પોલીસે જણાવ્યું કે આ ઘટના સાંજે પશ્ચિમ રેલવે મરીન લાઇન્સ અને ચર્ની રોડ સ્ટેશનોની વચ્ચે એ સમયે થઇ જ્યારે એક અજાણી વ્યક્તિ મહિલા કોચમાં આવ્યો અને અમેરિકન નાગરિક મિશેલ માર્કની બેગ છીનવી લેવાની કોશિશ કરી. મહિલાએ જ્યારે વિરોધ કર્યો તો વ્યક્તિએ તેની પર હુમલો કર્યો અને તેનો આઇફોન તફડાવીને ફરાર થઇ ગયો. અન્ય મુસાફરોએ પીડિત મહિલાને મુંબઇ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ પાસે ગયા.
આની વચ્ચે સરકારી રેલવે પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આરોપ લગાવ્યો કે રેલવે સુરક્ષા દળના કોંસ્ટેબલ અને સ્ટેશન માસ્ટરે મહિલાની મદદ કરવાનો ઇનકાર કરી દીધો અને તેને જીઆરપી અધિકારીની પાસે જવા માટે જણાવ્યું. મહિલાના હાથ અને ચહેરા પર નાની મોટી ઇજા પહોંચી હતી. જીઆરપી અધિકારીએ જણાવ્યું કે તેઓ આ કેસને ઉચ્ચ અધિકારીઓ પાસે લઇ જશે.
આ કેસમાં અજાણી વ્યક્તિ સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે અને મહિલાને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પોલીસે શંકાના આધારે જણાવ્યું કે હુમલાખોર નશામાં હશે. તેમણે જણાવ્યું કે આરોપીની ઓળખ કરવા માટે સીસીટીવી ફુટેજને જોવામાં આવશે.












Click it and Unblock the Notifications
