કાશ્મીરમાં માહોલ બગાડવામાં પાકિસ્તાનનો જ હાથ: બહાદુર અલી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કાશ્મીરમાં માહોલ બગાડવામાં પાકિસ્તાનનો જ હાથ: બહાદુર અલી

કાશ્મીરમાં માહોલ બગાડવામાં પાકિસ્તાનનો જ હાથ: બહાદુર અલી

ભારત લશ્કર-એ-તૈયબાના જીવતા પકડાયેલા પાકિસ્તાની આતંકી બહાદુર અલીએ કબૂલાતની મદદથી પાકિસ્તાનને ઘેરવાનો પ્રયાસ કરશે. આ આતંકીએ પૂછપરછમાં કબૂલ્યું છે કે પાકિસ્તાની સેના પણ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવામાં લાગી છે. અધિકારીઓનું કહેવું છે કસાબને જીવતો પકડ્યા પછી આતંકી ગતિવિધિઓમાં પાકિસ્તાનનો મોટો હાથ હોવાના પુરાવા મળ્યા છે.

બુલંદશહર ગેંગરેપનો મુસ્લિમ આરોપી કાલીનો પૂજક

બુલંદશહર ગેંગરેપનો મુસ્લિમ આરોપી કાલીનો પૂજક

ઉત્તરપ્રદેશમાં દિલ્હીથી નજીક આવેલા બુલંદશહરમાં મા-દીકરી સાથે થયેલા ગેંગરેપનો મુખ્ય આરોપી સલીમ બાવરીયા મુસ્લિમ હોવા છતાં હિંદુ દેવી કાલીનો ભક્ત હોવાનું જાણવા મળ્યું છે. મેરઠના IG સુજીત પાંડેએ આ વાત જણાવી છે.

કાશ્મીર છીનવી શકવાની તાકાત કોઇનામાં નથી : રાજનાથ

કાશ્મીર છીનવી શકવાની તાકાત કોઇનામાં નથી : રાજનાથ

ગૃહ રાજ્યમંત્રી રાજનાથ સિંહે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને આડે હાથ લીધું છે અને કહ્યું કે, રાજ્યમાં ચાલી રહેલી હિંસા પાછળ પડોશી દેશનો હાથ છે. તેની સાથે જ પાકિસ્તાને સ્પષ્ટ ચેતવણી આપતા રાજનાથે કહ્યું કે, દુનિયાની કોઈપણ તાકત કાશ્મીરને ભારત પાસેથી છીનવી શકશે નહીં.

ઈ-કોમર્સના નિયમોના રીવ્યુ માટે સરકાર કમિટીની રચના કરશે

ઈ-કોમર્સના નિયમોના રીવ્યુ માટે સરકાર કમિટીની રચના કરશે

સરકારે દેશમાં ઈ-કોમર્સ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ સહિત અન્ય નિયમો માટે એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ કમિટી નીતિ આયોગના સીઈઓની અધ્યક્ષતામાં બનાવવામાં આવશે. આ કમિટીમાં કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી અને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગના અધિકારીઓ શામિલ થશે.

હરિયાણા સરકાર કરશે નકલી ગૌરક્ષકોનો સફાયો

હરિયાણા સરકાર કરશે નકલી ગૌરક્ષકોનો સફાયો

હરિયાણામાં ગોરક્ષાના નામે લોકોને લૂંટી રહેલા નકલી ગોરક્ષકોની સફાઇ કરવામાં આવશે. આ માટે હરિયાણા ગૌસેવા આયોગ હવે ગોરક્ષકોને આઇ કાર્ડ આપવા જઇ રહ્યું છે. અત્યાર સુધીમાં 100 ગોરક્ષકોની લીસ્ટ આયોગને મળ્યું છે. જેની તપાસ કરી તમામને આઇકાર્ડ આપાવમાં આવશે.

આઝાદીના 70 વર્ષે પણ ભારતને અહીં આપવો પડે છે અંગ્રેજોને ટેક્સ

આઝાદીના 70 વર્ષે પણ ભારતને અહીં આપવો પડે છે અંગ્રેજોને ટેક્સ

ભારત સરકારના આધિન કામ કરતી ભારતીય રેલવે અંગ્રેજોને ટેક્સ આપે છે. ભારતમાં મહારાષ્ટ્રના અમરાવતીથી મુર્તજાપુર વચ્ચે કુલ લંબાઈ 189 કિલોમીટરનો નેરોગેજ રેલવે ટ્રેક છે. ટ્રેકનો ઉપયોગ કરવા બદલ ભારતીય રેલવે દરવર્ષે 1 કરોડ 20 લાખની રોયલ્ટી બ્રિટનની એક પ્રાઈવેટ કંપનીને આપે છે.

4 વર્ષથી મોટા બાળકો માટે હેલ્મેટ ફરજિયાત કરાઇ શકે

4 વર્ષથી મોટા બાળકો માટે હેલ્મેટ ફરજિયાત કરાઇ શકે

કેન્દ્ર સરકારે મંગળવારે ભારે વિરોધ વચ્ચે લોકસભામાં મોટર વાહન બિલ રજુ કર્યુ હતુ. સરકાર તરફથી આ બિલમાં દ્રીચક્રી વાહનો પર 4 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે હેલ્મેટ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. પાઘડી પહેરનારા સિખો માટે આ નિયમ લાગુ નથી પડતો.

નાના બાળકો માટે બેંગાલુરુમાં વેચાઇ રહ્યું છે ગધેડીનું દૂધ

નાના બાળકો માટે બેંગાલુરુમાં વેચાઇ રહ્યું છે ગધેડીનું દૂધ

ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખતા બેંગાલુરૂમાં આજકાલ ગધેડીનું દૂધ વેચાઇ રહ્યું છે. નાના બાળકોના માતા-પિતા બહુ જ રસથી તેને ખરીદી રહ્યાં છે. બેંગાલુરુની નજીક આવેલા કોલારનો રેહવાસી ક્રિષ્નપ્પા શહેરમાં ગધેડીનું દૂધ વેચે છે. દૂધની એક મોટી ચમટીની કિંમત 50 રૂપિયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X