આનંદીબેનના રાજીનામાને પગલે લાલુ પ્રસાદનો ભાજપ પર પ્રહાર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આનંદીબેનના રાજીનામાને પગલે લાલુ પ્રસાદનો ભાજપ પર પ્રહાર

આનંદીબેનના રાજીનામાને પગલે લાલુ પ્રસાદનો ભાજપ પર પ્રહાર

આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે સીએમ આનંદીબેનના રાજીનામા મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું. કહ્યું કે ચાલી રહેલી સામાજિક ક્રાંતિ અને આંદોલનોને કારણે આનંદીબેન મુખ્યમંત્રી પદેખઈ રાજીનામું આપી રહ્યાં છે. ઉપરાંત કહ્યું કે ગુજરાતમાં સમાજથી વંચિત લોકોનો અસંતોષ જગજાહેર છે.

પશ્ચિમ બંગાળનું નામકરણ કરાશે

પશ્ચિમ બંગાળનું નામકરણ કરાશે

ગુડગાંવ અને બેંગલોર બાદ હવે પશ્ચિમ બંગાળનું નામ બદલવામાં આવશે. અંગ્રેજીમાં તેનું નામ બેંગાલ અને બંગાળીમાં બંગ અથવા બાંગ્લા કરવા સૂચન કરવામાં આવ્યું છે. સંસદીય બાબતોના પ્રધાન પાર્થ ચેટરજીએ આ અંગે માહિતી આપી હતી.

હવે એક ટ્વીટ દ્વારા સીધી ફરિયાદ કરી શકાશે

હવે એક ટ્વીટ દ્વારા સીધી ફરિયાદ કરી શકાશે

દૂરસંચાર અને પોસ્ટ સેવાનો ઉપયોગ કરતા ગ્રાહકો હવે ટ્વીટ દ્વારા સીધી ફરિયાદ કરી શકશે. સંચાર મંત્રી મનોજ સિન્હાએ ગ્રાહકોની ફરિયાદના ઝડપી નિરાકરણ માટે આ સુવિધા શરૂ કરી. ટ્વીટરસેવા ઉપર રજિસ્ટર કરાયેલી ફરિયાદ મંત્રાલયના અધિકારીઓને ફોરવર્ડ કરવામાં આવશે.

બુટલેગરના પરિજનોને પણ જેલ થશેઃ નીતિશ કુમાર

બુટલેગરના પરિજનોને પણ જેલ થશેઃ નીતિશ કુમાર

દારૂબંધીની ચર્ચા દરમિયાન નીતિશ કુમારે કરેલી વાતથી તમામ સ્તબ્ધ થઇ ગયા. બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું કોઇ પણ સંજોગે તેઓ બિહારને નશામુક્ત રાજ્ય બનાવીને જ રહેશે. આ નવા કાયદાને ભાજપે કાળો કાયદો ગણાવ્યો છે.

કાશ્મીરમાં ગિલાનીએ લખ્યું- ગો ઇન્ડિયા ગો બેક

કાશ્મીરમાં ગિલાનીએ લખ્યું- ગો ઇન્ડિયા ગો બેક

કાશ્મીરમાં બુરહાન વાનીની હત્યાને કારણે કાશ્મીરમાં હિંસા ફાટી નીકળી હતી. 25 દિવસના બંધ બાદ પણ પરિસ્થિતિમાં કોઇ સુધારો જોવા મળ્યો નથી. રાજ્યભરમાં લોકોએ પોત પોતાના વિસ્તારોમાં દીવાલો પર ‘ગો ઈન્ડિયા ગો બેક' જેવાં સૂત્રો લખ્યાં હતા. આવું લખવાની શરૂઆત અલગતાવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાનીએ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X