મુંબઇઃ 2 માળની ઇમારત કડડડભૂસ, 2નાં મોત

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મુંબઇઃ 2 માળની ઇમારત કડડડભૂસ, 2નાં મોત

મુંબઇઃ 2 માળની ઇમારત કડડડભૂસ, 2નાં મોત

રવિવારે સવારે ભિવંડી વિસ્તારમાં આવેલી 2 માળની બિલ્ડિંગ જમીનદોસ્ત થઇ ગઇ. દુર્ઘટનામાં 2નાં મોત થયાં જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. કાટમાળમાં 6-7 લોકો ફસાયા હોવાની વાત સામે આવી રહી છે.

80 ટકા ગૌરક્ષકો ઠગ છેઃ મોદી

80 ટકા ગૌરક્ષકો ઠગ છેઃ મોદી

ઉનાકાંડ મુદ્દે ચુપકીદી બાદ મોદીએ કહેવાતા ગૌરક્ષકો પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્ય સરકારને ગૌરક્ષાની આડમાં ગોરખધંધા કરનાર લોકોની યાદી તૈયાર કરવા આદેશ અપાયો. કહ્યું કે 80 ટકા લોકો પોતાના અસામાજિક કાર્યોને છુપાવવા માટે ગૌરક્ષાનો ઢોંગ કરતા હોય છે.

છોટા રાજનને 'ચિંદી' ચોર કહેવાનું પત્રકાર જે ડેને ભારે પડ્યું

છોટા રાજનને 'ચિંદી' ચોર કહેવાનું પત્રકાર જે ડેને ભારે પડ્યું

મુંબઈના વરિષ્ઠ પત્રકાર જ્યોતિર્મય ડે(જે ડે) ગેંગસ્ટરો પર એક પુસ્તક લખી રહ્યા હોવાને કારણે તેમની હત્યા કરી નાખવામાં આવી હતી તેવો ધડાકો સીબીઆઇએ શુક્રવારે મકોકા કોર્ટમાં રજૂ કરલી તેની પૂરક ચાર્જશીટમાં કર્યો છે. પુસ્તકમાં ડેએ રાજનને 'ચિંદી' અને દાઉદને મુંબઇના ડોન તરીકે ગણાવ્યો હતો.

વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ નીકળ્યું

વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ નીકળ્યું

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચેક બાઉન્સ મામલે લિકર કિંગ વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યુ છે. કોર્ટે સરકારને કહ્યું છે કે તેઓ માલ્યાને ભારત પાછો લાવવા માટે દબાણ વધારે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે માલ્યાને 4 નવેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યુ છે.

માનહાનિ કેસ : RSS સામેના નિવેદનો બદલ આસામ કોર્ટનું રાહુલ ગાંધીને સમન

માનહાનિ કેસ : RSS સામેના નિવેદનો બદલ આસામ કોર્ટનું રાહુલ ગાંધીને સમન

RSS સામે મહાત્મા ગાંધીની હત્યા સંબંધિત બે વર્ષ પહેલા કરેલા કેટલાક નિવેદનો મુદ્દે માનહાનિ કેસમાં આસામની કોર્ટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સમન પાઠવ્યું છે. રાહુલે 29 સપ્ટેમ્બર પહેલા આસામની કામરૂપ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે પણ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી.

'કાશ્મીર સંકટ પર ક્યારે જાગશે પીએમ મોદી?'- ઉમર અબદુલ્લા

'કાશ્મીર સંકટ પર ક્યારે જાગશે પીએમ મોદી?'- ઉમર અબદુલ્લા

હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીના એનકાઉન્ટર બાદ જમ્મુ-કાશ્મીરના પુર્વ સીએમ ઉમર અબદુલ્લાએ કાશ્મીરને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની ચુપ્પી પર નિશાન સાધ્યા છે. ઉમર અબદુલ્લાએ કાશ્મીરની સ્થિતીને હાર્ટ બ્રેકિંગ અને ચિંતાજનક કહી છે અને કહ્યું કે કેન્દ્ર(પીએમ મોદી) સંકટની આ ઘડીમાં ક્યારે જાગશે?

માયાવતી પર ગંદી ટિપ્પણી કરનાર બીજેપી નેતા જેલ મૂક્ત

માયાવતી પર ગંદી ટિપ્પણી કરનાર બીજેપી નેતા જેલ મૂક્ત

માયાવતી પર કરેલા વિવાદિત નિવેદનના આરોપમાં બીજેપીના પૂર્વ નેતા દયાશંકર સિંહની ધરપકડ થઇ હતી. રવિવારે દયાશંકર સિંહ જેલમાંથી મુક્ત થયા છે. શનિવારે જામીન મળતાં બસપાએ આ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં જવાની તૈયારી બતાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X