રાજસ્થાનમાં નદીમાં ફસાઈ સ્કૂલ બસ, સ્થાનિકોએ 50 બાળકોને બચાવ્યાં

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાજસ્થાનમાં નદીમાં ફસાઈ સ્કૂલ બસ, સ્થાનિકોએ 50 બાળકોને બચાવ્યાં

રાજસ્થાનમાં નદીમાં ફસાઈ સ્કૂલ બસ, સ્થાનિકોએ 50 બાળકોને બચાવ્યાં

રાજસ્થાનના ભીલવાડામાં સોમવાર સવારે 50 સ્કૂલના બાળકોને લઈને જતી એક બસ નદી ઉપરના પુલમાં ફસાઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ બસના કાચ તોડીને તમામ બાળકોને બચાવી લીધાં હતાં. પુલ પર ઝડપથી પાણી વહેતું હોવા છતાંય બસના ડ્રાઈવર બસને બીજી તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

હૈદરાબાદઃ એન્કાઉન્ટરમાં બે ગેંગસ્ટર ઠાર

હૈદરાબાદઃ એન્કાઉન્ટરમાં બે ગેંગસ્ટર ઠાર

તેલંગાણાના મહબૂબનગરમાં ગેંગસ્ટરના ઠેકાણે છાપો મારનાર પોલીસ પર ફાયરિંગ થયું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસે નઇમ નામના બદમાશ સહિત 2 લોકોને ઠાર કર્યા છે. પોલીસકર્મીઓ પણ જખ્મી થયા છે. પોલીસને આ વિસ્તારમાં સંદિગ્ધો છૂપાયા હોવાના ઇનપુટ મળ્યા હતા.

મારા દલિત ભાઇઓને નહીં, મને ગોળી મારોઃ મોદી

મારા દલિત ભાઇઓને નહીં, મને ગોળી મારોઃ મોદી

વિવિધ કારણોસર દલિતો પર થઇ રહેલા હુમલા માટે જવાબદાર લોકોને મોદીએ ચેતવણી આપી. મોદીએ કહ્યું કે હુમલો કરવો હોય તો મારા પર કરો, પરંતુ દલિતો પર હુમલો સહન કરવામાં નહીં આવે. ઉપરાંત મોદીએ કહ્યું કે સમાજની એકતા આપણી પ્રાથમિકતા હોવી જોઇએં.

નાના ભાઇ સાથે લગ્ન કરનાર પ્રેમિકાને જીવતી સળગાવી

નાના ભાઇ સાથે લગ્ન કરનાર પ્રેમિકાને જીવતી સળગાવી

પાકિસ્તાનમાં મોટા ભાઇએ નાના ભાઇની ગર્ભવતી પત્નીને જીવતી સળગાવી દીધી. 23 વર્ષીય સિદરાની સગાઇ પહેલાં વારીસ સાથે થઇ હતી પરંતુ તે સાઉદી અરેબિયા ગયો ત્યારે પરિજનોએ નાના ભાઇ સાથે લગ્ન કરાવી દીધાં. આ ઘટનાથી ઉસ્કેરાઇ જનાર વારીસે સિદરાને જીવતી સળગાવી મારી હતી.

પારલે-જી ની સૌથી જુની ફેક્ટરી બંધ થઇ

પારલે-જી ની સૌથી જુની ફેક્ટરી બંધ થઇ

લોકપ્રિય બિસ્કિટ બ્રાન્ડ પારલે-જી ની સૌથી જુની ફેક્ટરી બંધ થવાના સમાચારો આવ્યા છે. કંપની એડવર્ટાઇઝમેન્ટ દ્વારા ભ્રમ દૂર કરવા લાગી ગઇ છે કે પારલે-જી બિસ્કિટ મળવાનું બંધ નહીં થાય. દેશભરમાં તેમની 49 ફેક્ટરીઓ છે જ્યાં નિયમિત રીતે આ બિસ્કિટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

સ્વામીએ રાજન પર ફરી કર્યા પ્રહારો

સ્વામીએ રાજન પર ફરી કર્યા પ્રહારો

ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ RBI ગવર્નર પર ફરી પ્રહારો કર્યા. આ પહેલાં મોદીએ તેમને ચેતવણી આપતા કહ્યું હતું કે સસ્તી લોકપ્રિયતા માટે આવું નિવેદન ન આપવું. જો કે ફરી ટીકા કરતાં સ્વામીએ કહ્યું કે મીડિયાએ રાજનને એક દૂત તરીકે દર્શાવ્યો હતો.

રાજસ્થાનની સરકારી ગૌશાળામાં 500 ગાયોનાં મોત

રાજસ્થાનની સરકારી ગૌશાળામાં 500 ગાયોનાં મોત

ભાજપ શાસીત રાજસ્થાનની સરકારી ગૌશાળાઓમાં ગાયોની સ્થિતિ અતી દયનીય છે. અહીંના જયપુરમાં આવેલ હિંગોનિયા ગૌશાળામાં છેલ્લા બે સપ્તાહમાં જ 500થી પણ વધુ ગાયોના મોત નિપજ્યા છે. પુરતો ઘાંસચારો અને પાણી ન મળવાના કારણે ગાયોનાં મોત થયાં છે.

કેન્દ્રીય કર્મચારીઓના લઘુતમ પેન્શનમાં થશે 157 ટકાનો વધારો

કેન્દ્રીય કર્મચારીઓના લઘુતમ પેન્શનમાં થશે 157 ટકાનો વધારો

કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓને હવે ઓછામાં ઓછું પેન્શન 9,000 રૂપિયા મળશે. સાતમા પગારપંચની ભલામણો બાદ વર્તમાન લઘુતમ પેન્શનમાં 157 ટકાનો વધારો થયો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય કર્મચારીઓને અત્યાર સુધી ઓછામાં ઓછા 3500 રૂપિયા પેન્શન મળતું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X