For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રિયામાં સરકારી ખર્ચે 15 લાખ રૂપિયાના ઘરમાં રહેતા હતા ભારતીય રાજદૂત, સરકારે પાછા બોલાવ્યા

ભારતે ઓસ્ટ્રિયામાં રાજદૂત તરીકે તૈનાત રેનૂ પાલને પાલને પાછા બોલાવી દીધા છે.

|
Google Oneindia Gujarati News

ભારતે ઓસ્ટ્રિયામાં રાજદૂત તરીકે તૈનાત રેનૂ પાલને પાલને પાછા બોલાવી દીધા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે રેનૂએ પોતાના નામે 15 લાખ રૂપિયાનુ અપાર્ટમેન્ટ ભાડે લીધુ હતુ. વિદેશ મંત્રાલયે જોયુ કે તેમણે સરકારી ફંડમાં ઘણા પ્રકારની અનિયમિતતા વર્તી અને તેમના પર નાણાંકીય હેરાફેરીનો પણ આરોપ લગાવ્યો છે.

renu pal

આગામી મહિને પૂરો થઈ રહ્યો હતો કાર્યકાળ

રેનૂ પાલ 1988 બેચના વિદેશી સેવાના અધિકારી છે અને આગામી મહિને ઓસ્ટ્રિયામાં તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) અને વિદેશ મંત્રાલય તરફથી આ સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં જોવા મળ્યુ કે મંત્રાલયની અનુમતિ વિના તેમણે સરકારી આવાસ પર કરોડો રૂપિયા કમાયા. અધિકૃત સૂત્રો તરપથી જણાવવામાં આવ્યુ છે કે રાજનાયક વેટ રિફંડ્ઝ અને વિવધ પ્રકારની સરકારની મંજૂરીના નામે છેતરી રહ્યા હતા. ચીફ વિજિલન્સ ઓફિસરની આગેવાની વાળી ટીમ સપ્ટેમ્બર મહિનામાં વિએના ગઈ હતી અને ટીમે તપાસ પ્રક્રિયાને અંજામ આપ્યો હતો.

સીવીસીને જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તેમાં ટીમ તરફથી પ્રથ દ્રષ્ટિએ નાણાંકીય અનિયમિતતાઓ પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત ફંડનો ખોટો ઉપયોગ અને નિયમોનુ ઉલ્લંઘન પણ જોવામાં આવ્યુ છે. નવ ડિસેમ્બરે મંત્રાલયે રેનૂ પાલને હેડક્વાર્ટ્સ પર ટ્રાન્સફર કરી દીધા હતા. સાથે જ તેમની પાસેથી રાજદૂતના બધા પાવર પણ પાછા લઈ લેવામાં આવ્યા હતા. પાલ, રવિવારે સાંજે વિએનાથી પાછા આવી ગયા છે.

આ પણ વાંચોઃ ઠંડીથી જામી ગઈ ઝીલ, દિલ્લી સહિત આ 6 રાજ્યોમાં રેડ એલર્ટ, હજુ વધશે ઠંડીઆ પણ વાંચોઃ ઠંડીથી જામી ગઈ ઝીલ, દિલ્લી સહિત આ 6 રાજ્યોમાં રેડ એલર્ટ, હજુ વધશે ઠંડી

English summary
Austria's Indian ambassador Renu Pall called back for spending rs 15 lakh a month on rent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X