For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રીક્ષા ડ્રાઈવર મિશાલ બન્યો, ગર્ભવતી મહિલાઓ માટે કરે છે આ કામ

બેંગ્લોરનો એક રીક્ષા ડ્રાઈવર તેના એક ખાસ કામ માટે ઓળખાય છે. ખરેખર મલ્લિકાર્જુન નામનો આ રીક્ષા ડ્રાઈવર ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવા માટે 24 કલાક રિક્ષાની સુવિધા ચાલુ રાખે છે.

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરનો એક રીક્ષા ડ્રાઈવર તેના એક ખાસ કામ માટે ઓળખાય છે. ખરેખર મલ્લિકાર્જુન નામનો આ રીક્ષા ડ્રાઈવર ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવા માટે 24 કલાક રિક્ષાની સુવિધા ચાલુ રાખે છે. આ સુવિધા તેઓ છેલ્લા 5 વર્ષથી બિલકુલ મફત આપી રહ્યા છે. તેઓ જરૂરી સ્થિતિમાં મહિલાઓને તરત હોસ્પિટલ પહોંચાડે છે. તેઓ નથી ઇચ્છતા કે કોઈ મહિલા પ્રસવ પીડાને વધારે સમય સુધી સહન કરે અથવા કોઈ મુશ્કિલ સ્થિતિમાં તેમની મૌત થઇ જાય.

આ પણ વાંચો: 70 વર્ષના પતિ-પત્નીએ ચાની દુકાન ચલાવી 23 દેશો ફર્યા

રીક્ષા પર કંઈક આવું લખ્યું છે

રીક્ષા પર કંઈક આવું લખ્યું છે

મહિલાઓને 24 કલાક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રીક્ષા ડ્રાઈવર મલ્લિકાર્જુને પોતાની રીક્ષા પર તેના વિશે જાણકારી પણ લખી છે. મલ્લિકાર્જુનની દરિયાદિલી આખા વિસ્તારમાં ખુબ જ ફેમસ છે અને લોકો તેમને તેના માટે ઓળખે પણ છે. મલ્લિકાર્જુન ઈચ્છે છે કે કોઈ મહિલા પ્રસવ પીડાને વધારે સમય સુધી સહન ના કરે અને તેમને સમયસર હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવે. મલ્લિકાર્જુન તેમની રિક્ષામાં પ્રસવ પીડા વેઠી રહેલી મહિલાના આરામનો પણ ખ્યાલ રાખે છે.

અત્યારસુધીમાં 100 જેટલી મહિલાઓની મદદ કરી ચુક્યા છે

અત્યારસુધીમાં 100 જેટલી મહિલાઓની મદદ કરી ચુક્યા છે

મલ્લિકાર્જુન છેલ્લા 5 વર્ષથી આ કામ કરી રહ્યા છે. તેવામાં તેઓ લગભગ 100 જેટલી મહિલાઓની મદદ કરી ચુક્યા છે. ગર્ભવતી મહિલાઓની મદદ કરીને તેમને સંતોષ મળે છે. તેઓ કોઈ પણ ગર્ભવતી મહિલાઓની મદદ માટે હાજર રહે છે.

કોઈ એમ્બ્યુલેન્સ સુવિધા નથી

કોઈ એમ્બ્યુલેન્સ સુવિધા નથી

ન્યુઝ એજેન્સી એએનઆઈ સાથે વાતચીતમાં મલ્લિકાર્જુન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને આ સેવા ત્યારે શરુ કરી જયારે ઘણા વર્ષો પહેલા મારી ગર્ભવતી બહેનને પ્રસવ પીડા દરમિયાન હોસ્પિટલ જવામાં તકલીફ થઇ હતી. અહીં કોઈ એમ્બ્યુલેન્સ સુવિધા પણ નથી એટલા માટે મેં મારા વિસ્તારમાં આ સુવિધા શરુ કરવાનો વિચાર કર્યો. તેમને કહ્યું કે તેમની રીક્ષા પાછળ નંબર લખ્યો છે. લોકો જરૂરત પડવા પર તેમને ફોન કરે છે.

English summary
Auto driver gives 24 hour free service to pregnant women in Bengaluru
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X