70 વર્ષના પતિ-પત્નીએ ચાની દુકાન ચલાવી 23 દેશો ફર્યા
કેરળના કોચીમાં રહેતા વિજયન અને તેમની પત્ની મોહના અત્યારસુધીમાં દુનિયાના 23 દેશો ફરી ચુક્યા છે
કેરળના કોચીમાં રહેતા વિજયન અને તેમની પત્ની મોહના અત્યારસુધીમાં દુનિયાના 23 દેશો ફરી ચુક્યા છે. સૌથી ખાસ બાબત છે કે વિજયન અને તેમની પત્ની કોચીમાં એક નાની ચાની દુકાન ચલાવે છે પરંતુ તેમની આ હાલત તેમના સપનાને આડે નથી આવતી. તેમને ચાની દુકાન ચલાવતાની સાથે સાથે પૈસા ભેગા કરીને તેમને અત્યારસુધીમાં 23 જેટલા દેશો ફરી લીધા છે.
આ પણ વાંચો: આશ્ચર્યચકિત કરી દેશે જયપુરના આ રાજાની જીવનશૈલી, ફક્ત 20 વર્ષની વયે છે 20 હજાર કરોડનો વારસદાર
|
આનંદ મહિન્દ્રાએ કહ્યું કે દેશનો સૌથી અમીર વ્યક્તિ
આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. તેમને લખ્યું કે ફોર્બ્સ અમીર લોકોની લિસ્ટમાં આ લોકો શામિલ નથી. પરંતુ હકીકતમાં આ અમારા દેશના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કમાણી તેમનો જીવન જીવવાનો અંદાઝ છે. હવે જયારે પણ હું તેમના શહેર જઈશ ત્યારે તેમની બનાવેલી ચા પીવા ચોક્કસ જઈશ.

1963 થી ચાઇ વેચી રહ્યા છે
વિજયને 1963 દરમિયાન એક નાની દુકાનમાં ચા વેચવાનું કામ ચાલુ કર્યું હતું. ધીરે ધીરે તેમની ચા લોકો પસંદ કરવા લાગ્યા અને આજુબાજુના લોકો તેમને ઓળખવા લાગ્યા. વિજયને પોતાના કામથી જે પૈસા બચતા તેનાથી તેને ફક્ત ફરવાનું કામ કર્યું. તેમને એક-એક કરીને અલગ અલગ દેશોમાં ફરવાનું કામ કર્યું અને છેલ્લા 55-56 વર્ષમાં તેઓ 23 દેશો ફરી ચુક્યા છે. પરંતુ હજુ સુધી તેમનું દુનિયા ફરવાનું ઝનૂન પૂરું નથી થયું. તેઓ હજુ પણ તમામ એવા દેશોમાં ફરવા માંગે છે, જ્યાં તેઓ નથી જઈ શક્યા.

ચાની દુકાનથી જે કમાય છે તેનાથી તેઓ ફરે છે
વિજયન અને મોહના બંને 70 વર્ષના છે. બંનેના લગ્ન થયા ત્યારે બંનેનું સપનું વિદેશ ફરવાનું હતું. જેને તેમને પૂરું કરવાનું નક્કી કર્યું અને આજે પણ તેઓ તે સપનું જીવી રહ્યા છે. વિજયને કહ્યું કે તેઓ રોજ 500 રૂપિયા બચાવે છે તેઓ આ પૈસા ભેગા કરે છે અને તેનાથી નવા દેશ ફરવાનો પ્લાન બનાવે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
