કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમસ્ખલન, ત્રણ જવાન શહિદ!
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં માછિલ વિસ્તારમાં હિમસ્ખલનની ઘટના ઘટી છે. આ ઘટનામાં સેનાના 3 જવાનો શહીદ થયા છે. હાલ તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં માછિલ વિસ્તારમાં હિમસ્ખલનની ઘટના ઘટી છે. આ ઘટનામાં સેનાના 3 જવાનો શહીદ થયા છે. હાલ તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ત્રણેય જવાન 56 આરઆર યુનિટમાં ફરજ બજાવતા હતા.

મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર તમામ ત્રણ યુવાનો અલ્મોડા પાસે તૈનાત હતા. હાલ શહિદ જવાનોના મૃતદેહોને 168 એમએચ ડ્રગમુલ્લામાં ખસેડવામાં આવ્યા છે.
સેનાના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ફસાયેલા બે જવાનોને બચાવીને કુપવાડાની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ સિવાય ફરજ પર તૈનાત અન્ય એક સૈનિકને પણ હાઈપોથર્મિયા થયો હતો. ત્રણેયને હોસ્પિટલ લઈ જવાયા હતા. સારવાર બાદ પણ આ ત્રણેય જવાનોને બચાવી શકાયા ન હતા.
અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી કે હિમ સ્ખલનના કારણે કોઈ સૈનિકનો જીવ ગયો હોય. આ પહેલા પણ આવી દુર્ઘટનામાં અને લોકોના જીવ ગયા છે.












Click it and Unblock the Notifications
