For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા કેસઃ સુપ્રીમ કોર્ટે 40મા દિવસે સુનાવણી પૂર્ણ કરી, ફેસલો સુરક્ષિત રાખ્યો

અયોધ્યા કેસઃ સુપ્રીમ કોર્ટે 40મા દિવસે સુનાવણી પૂર્ણ કરી, ફેસલો સુરક્ષિત રાખ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બુધવારે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. કોર્ટે રામજન્મભૂમિ- બાબરી મસ્જિદ વિવાદ મામલે 40મા દિવસે સુનાવણી કરી છે. તમામ પક્ષની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે ફેસલો સુરક્ષિત રાખી લીધો છે. હિન્દુ પક્ષ તરફથી નિર્મહી અખાડો, હિન્દુ મહાસભા, રામ જન્મભૂમિ ન્યાસ તરફથી દલીલો રાખવામાં આવી જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી રાજીવ ધવને પોતાની દલીલો કોર્ટ સમક્ષ રાખી.

supreme court

સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના અંતિમ દિવસે સૌથી છેલ્લે મુસ્લિમ પક્ષની દલીલો રાખવામાં આવી. સુપ્રીમ કોર્ટમાં નક્કી સમયમર્યાદા મુજબ મુસ્લિમ પક્ષના વકીલને એક કલાક અને હિન્દુ પક્ષના વકીલને 45 મિનિટનો સમય મળ્યો જ્યારે ચારેય પક્ષકારોને 45-45 મિનિટનો સમય આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે હવે લેખિત સોગંધનામું, મોલ્ડિંગ ઑફ રિલીફને લેખિતમાં જમા કરાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે.

હિન્દુ મહાસભાના વકીલ વરુણ સિન્હાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ફેસલો સુરક્ષિત કરવાની સાથે જ સ્પષ્ટ કર્યું કે આ મામલે 23 દિવસમાં ફેસલો આવી જશે. બુધવારે મામલાની સુનાવણી દરમિયાન હિન્દુ મહાસભાના વકીલે એક નવો નક્શો કોર્ટમાં રજૂ કર્યો, જેને જોઈ મુસ્લિમ પક્ષના કીલ રાજીવ ધવન એટલા નારાજ થયા કે નક્શો જ ફાડી નાખ્યો. જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પણ નારાજગી જતાવી. જ્યારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે મંદિર તોડી મસ્જિદ નહોતી બનાવાઈ, મંદિર હોવાના કોઈ સબુત નથી.

ઉલ્લેખનીય છે કે 6 ઓગસ્ટથી આ મામલે સુપ્રીમ કોર્ટમાં પ્રતિ દિવસના હિસાબે સુનાવણી શરૂ થઈ ગઈ. અગાઉ સુપ્રીમ કોર્ટે માર્ચમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એફએમ ઈબ્રાહિમ ખલીફુલ્લાહની અધ્યક્ષતામાં એક મધ્યસ્થતા પેનલની રચના કરવામાં આવી, જેમાં આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનના શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ સભ્ય તરીકે સામેલ હતા. પેનલને પોતાનો રિપોર્ટ આપવા માટે 15 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કે ઓગસ્ટની શરૂઆતમાં એક રિપોર્ટે મધ્યસ્થતાના પ્રયાસોની વિફળતાના સંકેત આપ્યા.

અયોધ્યા કેસઃ બાબરી મસ્જિદ પર બાબરના અસ્તિત્વ પર ઉઠેલ સવાલો પર જ્યારે દંગ રહી ગયા હતા લોકોઅયોધ્યા કેસઃ બાબરી મસ્જિદ પર બાબરના અસ્તિત્વ પર ઉઠેલ સવાલો પર જ્યારે દંગ રહી ગયા હતા લોકો

English summary
ayodhya case: SC finishes hearing on 40th day, verdict reserved
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X