• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અયોધ્યા કેસઃ બાબરી મસ્જિદ પર બાબરના અસ્તિત્વ પર ઉઠેલ સવાલો પર જ્યારે દંગ રહી ગયા હતા લોકો

|

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ વિવાદની સુનાવણી આજે પૂર્ણ થઈ જશે. બુધવારે 40મા દિવસે અયોધ્યા માલાની આખરી સુનાવણી થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બર મહિનામાં 130 વર્ષથી વધુ જૂના અયોધ્યા રામજન્મભૂમિ વિવાદનો ઐતિાસિક ફેસલો પણ આવી જશે. ફેસલો હિન્દુ પક્ષમાં સંભળાવવામાં આવશે કે મુસ્લિમના પક્ષમાં એ તો આગામી સમય જ જણાવશે. પાછલી 6 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં સતત ચાલી રહેલ સુનાવણી દરમિયાન કેસમાં પ્રશ્નોત્તરી વખતે વચ્ચે વચ્ચે એવા કેટલાય સવાલો પૂછવામાં આવ્યા જે ઘણા રોચક હતા. સુપ્રમ કોર્ટ દ્વારા પૂછવામાં આવેલ સવાલો માત્ર રોચક જ નહિ બલકે હિન્દુ અને મુસ્લિમ પક્ષના વકીલોને બગલ ખંજવાળવા મજબૂર કરી દે તેવા હતા. આવો જાણીએ સુપ્રીમ કોર્ટમાં સતત ચાલી રહેલ સુનાવણી દરમિયાન વકીલોને પૂછવામાં આવેલ આવા સવાલો વિશે...

શું બાબર ક્યારેય અયોધ્યા આવ્યો હતો?

શું બાબર ક્યારેય અયોધ્યા આવ્યો હતો?

28 ઓગસ્ટ 2019ના રોજ થયેલ સુનાવણી દરમિયાન પ્રમુખતાથી આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો કે શું ક્યારેય બાબર અયોધ્યા આવ્યો હતો? સુનાવણી દરમિયાન રામ જન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિના વકીલ પીએન મિશ્રાએ તર્ક આપ્યો કે કદાચ બાબર ક્યારેય અયોધ્યા આવ્યો જ નહોતો. તેનો તર્ક આ તથ્ય પર ટિકા હતો કે એક મંદિરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું, પરંતુ મસ્જિદ બાબર દ્વારા બનાવાઈ નહોતી અને માત્ર એક નિયમિત મસ્જિદ હતી. મિશ્રાએ આઈન-એ-અકબરીનો પણ હવાલો આપ્યો અને કહ્યું કે અકબરના નવ રત્નોમાં સામેલ અબુ ફઝલ, હુમાયૂ નામા અને તુજુક એ જહાંગીરીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આમાંથી કોઈપણ પુસ્તકમાં બાબરે મસ્જિદ બનાવી હોવાનો ઉલ્લેખ નથી.

શું બાબરે બાબરી મસ્જિદ અલ્લાહને સમર્પિત કરી હતી?

શું બાબરે બાબરી મસ્જિદ અલ્લાહને સમર્પિત કરી હતી?

આ સવાલ ત્યારે ઉઠ્યો હતો જ્યારે મિશ્રા અલ્હાબાદ હાઈકોર્ટમાં પોતાના પક્ષની વાત રાખી રહ્યા હતા. 30 ઓગસ્ટે ચાલેલ સુનાવણીમાં આ મુદ્દે ફરી ઉઠ્યો અને કહેવામાં આવ્યું કે મસ્જિદ શરિયા નિયમો મુજબ બની. મિશ્રાએ કહ્યું હતું કે મુસ્લિમ પક્ષ આ વાતને સાબિત કરવામાં નાકામ રહ્યો કે બાબરે 1528માં મસ્જિદનું નિર્માણ કરાવ્યું. તેમણે એ વાતને પણ બળ આપ્યું કે એવું એકેય ફોરમ નથી જ્યાં આ સમસ્યાનું સમાધાન કાઢી શકાય.

શું બાબર કોઈ કાનૂનને આધીન હતો?

શું બાબર કોઈ કાનૂનને આધીન હતો?

30 સપ્ટેમ્બરે થયેલ સુનાવણીમાં આ વાતને મોટી પ્રમુખતાથી બળ આપવામાં આવ્યું કે બાબરે ઈસ્લામિક શરિયા કાનૂનનો સહારો લેતાં મંદિર તોડ્યું. જેના પર મુસ્લિમ પક્ષકારોના વકીલ નિઝામ પાશાએ કહ્યું કે જ્યારે મુસ્લિમ શાસક હોય ત્યારે શરોયા લાગૂ થાય છે. પાશેએ એમ પણ કહ્યું કે મસ્જિદ બનાવી ત્યાં સુધી બાબારે એકેય ઉચ્ચ અધિકારીને જવાબ નહોતો આપ્યો. પાશા જે સમયે પોતાની દલીલ રજૂ કરી રહ્યા હતા ત્યારે જસ્ટિસ બોબડેએ તેમને પૂછ્યું કે બાબરે નિયમોનું યોગ્ય પાલન કર્યું કે નહિ. સાથે જ તે કોઈ કાનૂનને આધિન હતું કે નહિ?

શું મક્કામાં કાબા નિર્મિત હતો કે તેને બનાવવામાં આવ્યો?

શું મક્કામાં કાબા નિર્મિત હતો કે તેને બનાવવામાં આવ્યો?

સુપ્રીમ કોર્ટમાં 3 સપ્ટેમ્બરે થયેલ સુનાવણી દરમિયાન કાબાનો ઉલ્લેખ પણ થયો. રામજન્મ ભૂમિ- બાબરી મસ્જિદ વિવાદ પર જસ્ટિસ બોબડેએ રાજીવ ધવનને પૂછ્યું કે શું મક્કામાં કાબા નિર્મિત હતો કે તેને બનાવવામાં આવ્યો? મુસ્લિમ પક્ષના વકીલ ધવને કહ્યું કે આ પૈયગંબર મોહમ્મદની જેમ પવિત્ર છે અને કહ્યું કે માત્ર એક ભગવાન છે અને એક જ ભગવાન છે.

શ્રી રામના અસલી વંશજ કોણ છે?

શ્રી રામના અસલી વંશજ કોણ છે?

9મી ઓગસ્ટે સુનાવણીના પાંચમા દિવસે અદાલતે સવાલ કર્યો કે કેટલાય સો વર્ષો પહેલાં ભગવાન રામનો જન્મ થયો. એવામાં શું અત્યારે પણ કોઈ રઘુવંશી ત્યાં વસવાટ કરે છે? સુપ્રીમ કોર્ટને પણ ખબર હતી કે આ તમામ સવાલોના જવાબ મળશે અને 'દિવ્ય રક્ત' માટે દાવેદારોની ભીડ સામે આવશે. દિલચસ્પ વાત એ હતી કે શ્રી રામના અસલી વંશજ કોણ છે? આના માટે 7 લોકો, જયપુરની પૂર્વ રાજકુમારી અને વર્તમાનમાં ભાજપી સાંસદ દીયા કુમારી, પૂર્વ મેવાડ રાજપરિવારના સભ્ય અને હોટલ વ્યવસાયી અરવિંદ સિંહ મેવાડ, કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવી અને રાજસ્થાનના પ્રતાપ સિંહ ખાચરિયાએ પોતાની દાવેદારી રજૂ કરી અને ખુદને ભગવાન રામના અસલી વંશજ હોવાનું સબૂત આપ્યું. સાથે જ 7 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશના વિવિધ 15 જિલ્લાથી 2000 લોકોએ અયોધ્યાની યાત્રા કરી અને જણાવ્યું કે ભગવાન રામના અસલી વંશજ હજુ પણ જીવે છે.

જીજસ ક્રાઈસ્ટના જન્મનો મુદ્દો

જીજસ ક્રાઈસ્ટના જન્મનો મુદ્દો

8 ઓગસ્ટ 2019ના રોજ કેર્ટની સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ વિવાદિત સ્થળને ભગવાન રામનું જન્મસ્થળ માનતા આ આસ્થા સાથે જોડાયેલ રહ્યું હતું. આના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યુ્ં કે શું દુનિયામાં ક્યાંય પણ અયોધ્યા વિવાદ જેવી સમાનતાઓ છે? અદાલતે એમ પણ પૂછ્યું કે શું તે મામલા ક્યારેય અદાલત સુધી આવ્યા? જસ્ટિસ એસએ બોબડે જે વરિષ્ઠતાના આધારે સીજેઆઈ બનવાની હરોળમાં છે, તેમણે હિન્દુ પક્ષના વકીલ કે પરાસરનને પૂછ્યું કે શું ક્યાંય પણ કોર્ટે ક્યારેય આવો મામલો જોયો જેમ કે જીજસ ક્રાઈસ્ટનો જન્મ? રામલલા વિરાજમાનના વકીલ પરસરને કહ્યું કે રામલલા જે અદાલત મુજબ હજુ પુખ્ત નથી તેમની પાસે અત્યારે કોઈ જવાબ નથી પરંતુ દલીલો બંધ થઈ જશે ત્યારે તેઓ જરૂર જવાબ આપશે.

અયોધ્યાની ભૂમિ દૈવિય કેમ છે?

અયોધ્યાની ભૂમિ દૈવિય કેમ છે?

સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષને પૂછ્યું કે આખરે તેમને એવું કેમ લાગે છે કે અયોધ્યાનૂ ભૂમિ દૈવિય ભૂમિ છે? આ સવાલને ધ્યાનમાં રાખી જસ્ટિસ બોબડેએ મુસ્લિમ પક્ષકારોને તમામ પ્રકારના અલગ અલગ સવાલો કર્યા. કોર્ટના સવાલ પર હિન્દુ પક્ષના વકીલ પરાસરને પણ તમામ સવાલો કર્યા અને કહ્યું કે, કાનૂની કલ્પના સમયની જરૂરિયાત મુજબ નિર્મિત કરવામાં આવી છે. પરાસરને એમ પણ કહ્યું કે આ મામલામાં દેવતાના અધિકારો અને દાયિત્વોને સુરક્ષિત રાખવું છે.

શ્રી રામના જન્મની સાચી જગ્યા કઈ છે?

શ્રી રામના જન્મની સાચી જગ્યા કઈ છે?

1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. એએસઆઈએ ત્યારે મસ્જિદ પરિસરમાં કોઈ મંદિર હોવાની વાતની પુષ્ટિ નહોતી કરી. આ મામલે હિન્દુ પક્ષનું કહેવું છે કે ત્યાં ન માત્ર મંદિર હતું બલકે તે સ્થાને જ ભગવાન રામનો જન્મ થયો હતો. કોર્ટે રામ લલ્લાના વકીલને પૂછ્યું હતું કે તેઓ જણાવે કે શ્રી રામના જન્મની સાચી જગ્યા કઈ છે? રામ લલ્લાના વકીલ સીએસ વૈદ્યનાથે દાવો રજૂ કર્યો કે જે જગ્યાએ મસ્જિદનું કેન્દ્રીય ગુંબજ હતું ત્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. આ ઉપરાંત તેમણે અલ્હાબાદ હાઈકોર્ટના ત્રણ જજોના હવાલાથી એમ પણ કહ્યું કે ત્રણ જજ પણ આ વાત માની ચૂક્યા છે કે વિવાદિત સ્થળ પર મંદિર હતું. સાથે જ વૈદ્યનાથે જસ્ટિસ શર્માની એક વાતનો હવાલો આપ્યો જેમાં તેમણે આખી પ્રોપર્ટીને રામ જન્મભૂમિ માની હતી. મામલાને લઈ વૈદ્યનાથે એમ પણ તર્ક રજૂ કર્યા કે કોઈપણ સ્થળનું પવિત્ર હોવા માટે ત્યાં મૂર્તિનું હોવું જરૂરી નથી. તેમણે તર્ક આપ્યો હતો કે જો શ્રદ્ધાની ભાવના છે તો તેને ધાર્મિક પ્રભાવકારિતા માનવામાં આવશે.

અયોધ્યા કેસઃ મુસ્લિમ પક્ષના વકીલે કહ્યુ, કોર્ટ મને જ સવાલ પૂછે છે, CJIના જવાબથી ગૂંજ્યા ઠહાકા

English summary
Ayodhya Case: Supreme court asked these questions to lawyers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X