• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ayodhya Case: 1528થી 2019 સુધીની ટાઈમલાઈન, જાણો ક્યારે શું થયું

|

નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ વિવાદ કેસમાં આજે અંતિમ સુનાવણી થવા જઈ રહી છે. તે પહેલા આ કેસમાં ઘટનાઓનો ઘટનાક્રમ જાણો જે નીચે મુજબ છે.

1528: મુઘર સામ્રાજ્યના કમાન્ડર મિર બાકીએ બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું.

1885: મહંત રઘુબીર દાસે વિવાદિત રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદના સ્ટ્રક્ચરની બહાર છાપરું બાંધવાની મંજૂરી માંગતી એક અરજી ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરી હતી, જો કે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

1949: વિવાદિત સ્ટ્રક્ચરની બહાર કેન્દ્રિય ગુંબજ નીચે રામ લલ્લાની મૂર્તિ બેસાડવામાં આવી.

1950: રામ લલ્લાની પૂજા માટેના અધિકારોનો ગોપાલ સિમલા વિશારદે ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં દાવો કર્યો.

1950: પરમહંસ રામચંદ્રદાસે પૂજા ચાલુ રાખવા અને મૂર્તિઓ રાખવા માટે દાવો કર્યો છે.

1959: નિર્મોહી અખાડાએ સાઈટનો કબ્જો મેળવવા માટે દાવો કર્યો.

1981: સાઈટનો કબ્જો મેળવવા માટે યૂપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે દાવો કર્યો.

1 ફેબ 1986: સ્થાનિક કોર્ટે હિન્દુ શ્રદ્ધાળુઓ માટે સાઈટ ખોલી મૂકવા ઓર્ડર આપ્યો હતો.

14 ઓગસ્ટ 1989: અલ્હાબાદ હાઇકોર્ટે વિવાદિત માળખાંના સંદર્ભમાં યથાવત્ જાળવણીનો આદેશ આપ્યો.

6 ડિસેમ્બર 1991: રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ માળખું તોડી પડાયું.

3 એપ્રિલ 1993: અયોધ્યામાં વિવાદિત જમીનના અમુક ક્ષેત્રનું સંપાદન કરવા કેન્દ્ર સરકાર દ્વારા એક્ટ પાસ કરાવવામાં આવ્યો.

1993: ઈસ્માઈલ ફારુકી દ્વારા આ કાયદાના વિવિધ પાસાઓને પડકારતી રિટ અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી.

24 ઓક્ટ 1994: ઈસ્માઈલ ફારુકીના ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મસ્જિદ ઈસ્લામ માટે અભિન્ન નહોતી.

એપ્રિલ 2002: વિવાદિત જમીન કોના માલિકીની છે તે નક્કી કરવા હાઈકોર્ટે સુનાવણઈ હાથ ધરી

13 માર્ચ 2003: અસલમ ઉર્ફે ભુરે કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ્ં કે હસ્તગત કરેલી જમીન પર કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ મંજૂર નથી.

30 સપ્ટેમ્બર 2010: અલ્હાબાદ હાઈકોર્ટે 2:1ની બહુમતિથી સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા વચ્ચે જમીન વહેંચણી કરી દીધી.

9 મે 2011: સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના જમીન વહેંચણીના ચૂકાદા પર સ્ટે લગાવી દીધો.

26 ફેબ 2016: વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાની મંજૂરી મેળવવા માટે સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.

21 માર્ચ 2017: સીજેઆઈ જેએસ ખેહરે વિરોધી પાર્ટીઓ સાથે કોર્ટની બહાર જ સેટલમેન્ટ કરી લેવા સૂચન કર્યું.

7 ઓગસ્ટ 2017: અલ્હાબાદ હાઈકોર્ટના 1994ના ચૂકાદાને પડકારતી અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે ત્રણ જજની બેંચની રચના કરી.

8 ઓગસ્ટ 2017: યુપી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટને કહ્યુ્ં કે વાજબી અંતરે મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારમાં મસ્જિદ બનાવી શકાય.

11 સપ્ટેમ્બર 2017: સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને વિવાદિત સ્થળની જાળવણી અંગેના નિરીક્ષક તરીકે દસ દિવસની અંદર બે વધારાના જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો છે.

20 નવેમ્બર 2017: યૂપી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ અયોધ્યા અને લખનઉમાં મસ્જિદ બનાવી શકે.

1 ડિસેમ્બર 2017: 32 સિવિલ રાઈટ એક્ટિવિસ્ટે અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના ચૂકાદાને પડકારતી અરજી કરી.

8 ફેબ્રુઆરી 2018: સુપ્રીમ કોર્ટે સિવિલ અપીલ્સ પર સુનાવણઈ શરૂ કરી

14 માર્ચ 2018: સુપ્રીમ કોર્ટે સ્વામી સુબ્રમણ્યમની આ કેસમાં પક્ષકારો તરીકે હસ્તક્ષેપ કરવાની માંગ સહિતની તમામ વચગાળાની અરજીઓ નકારી કાઢી.

6 એપ્રિલ 2018: રાજીવ ધવને 1994ના ચુકાદામાં અવલોકનો પર પુનર્વિચારણા મુદ્દાને મોટી બેંચ સમક્ષ સંદર્ભિત કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.

6 જુલાઈ: યૂપી સરકારે કહ્યું કે કેટલાક મુસ્લિમ ગ્રુપ 1994ના ચુકાદામાં અવલોકન પર ફેરવિચારણાની માંગણી કરી સુનાવણીમાં વિલંબ કરાવવાનો પ્રયત્ન કરી રહયા છે.

20 જુલાઈ: સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.

27 સપ્ટેમ્બર: સુપ્રીમ કોર્ટે આ કેસને પાંચ ન્યાયાધીશોની બંધારણની બેંચ સમક્ષ મોકલવાનો ઇનકાર કર્યો હતો. 29 નવેમ્બરના રોજ બનેલી ત્રણ જજોની બેંચ દ્વારા કેસની સુનાવણી થશે.

12 નવેમ્બર: અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા વિનંતી કરાયેલા કેસમાં અરજીઓની વહેલી સુનાવણી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી છે

24 ડિસેમ્બર: સુપ્રીમ કોર્ટે 4 જાન્યુઆરીથી અરજીઓ પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો.

4 જાન્યુઆરી 2019: સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેના દ્વારા રચાયેલી યોગ્ય બેંચ 10મી જાન્યુઆરીએ ટાઈટલ કેસમાં સુનાવણીની તારીખ નક્કી કરવા માટેનો આદેશ આપશે.

8 જાન્યુઆરી: સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી માટે ચીફ સીજેઆઈ રંજન ગોગોઈની આગેવાનીમાં જસ્ટિસ એસએ બોબડે, એનવી રમણ, યૂયૂ લલિત અને ડીવાય ચંદ્રચૂડની પાંચ જજોની સંવૈધાનિક પીઠની રચના કરી.

10 જાન્યુઆરી: જસ્ટિસ યૂયૂ લલિતે સુપ્રીમ કોર્ટને 29 જાન્યુઆરી પહેલા નવી બેંચ સાથે કેસની સુનાવણી ફરીથી સુનિશ્ચિત કરવા કહે છે.

25 જાન્યુઆરી: કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે 5 સભ્યોની પીઠનું પુનર્ગઠન કર્યું. નવી બેંચમાં સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, ડીવાય ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસએ નાઝિર છે.

27 જાન્યુઆરી: જસ્ટિસ બોબડેની ગેરહાજરીને કારણે સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળી.

29 જાન્યુઆરી: સંપાદિત થયેલ 67 એકર જમીનને તેના મૂળ માલિકોને પાછી આપવાની મંજૂરીની જરૂર હોય કેન્દ્રએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા.

26 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીની તરફેણ કરી, આ મામલાને ઉકેલવા માટે કોર્ટના નિયુક્ત કરેલ મધ્યસ્થિને મામલો રેફર કરવો કે નહિ તે માટે આદેશ આપવા 5 માર્ચની તારીખ નક્કી કરી.

6 માર્ચ: સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા દ્વારા જમીન વિવાદનું સમાધાન કરી શકાય છે કે નહીં તે અંગેનો આદેશ અનામત રાખ્યો છે.

8 માર્ચ: સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એફ એમ આઈ કલ્લીફુલ્લાની અધ્યક્ષતાવાળી પેનલને મધ્યસ્થી માટે સૂચિત કરી.

10 મે: મધ્યસ્થિ ટીમે સુપ્રીમ કોર્ટમાં પોતાનો અંતિમ રિપોર્ટ સબમિટ કર્યો.

5 ઓગસ્ટ 2019: સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીને વધુ સમય ફાળવ્યો.

6 ઓગસ્ટ: સુપ્રીમ કોર્ટે દરરોજ સુનાવણી શરૂ કરી.

ઓક્ટોબર 2019: સુપ્રીમ કોર્ટે કહ્યું કે 18 ઓક્ટોબર પહેલા સુનાવણી પૂરી કરી દેવી છે.

15 ઓક્ટોબરે: સીજેઆઈએ કહ્યું કે 16 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ કરવા પ્રયત્ન કરશું.

5 કલાકમાં ધ્વસ્ત કરી નાખી હતી બાબરી મસ્જિદ, જાણો 6 ડિસેમ્બર 1992નો આખો ઘટનાક્રમ

English summary
Ayodhya case: timeline from 1528 to 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X