Ayodhya Darshan by Helicopter : અયોધ્યાના હવાઇ દર્શનની તક, જાણો ભાડું અને ટાઇમટેબલ
Ayodhya Darshan by Helicopter : રામનવમીથી હેલીકોપ્ટરથી અયોધ્યા દર્શનની સુવિધા શરૂ થઇ ગઇ છે. હવે શ્રદ્ધાળું રામ નગરીના હવાઇ દર્શન કરી શકે છે. રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી થઇ રહ્યું છે. આવામાં ભક્તો મંદિર નિર્માણના કામને નજીકથી જોઇ શકશે.
ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ અને હેરિટેઝ એવિએશને મળીને દર્શનાર્થિઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. 28 માર્ચથી શરૂ આ સુવિધા 15 દિવસ સુધી ચાલશે.

3 હજાર રૂપિયા ભાડું
ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે રામ નવમીના શુભ અવસર પર ઉત્તર પ્રદેશ ટુરિઝમે માત્ર 3000 રૂપિયામાં હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાનીમુલાકાત લેવાની સુવિધા શરૂ કરી છે. ઉત્તર પ્રદેશ ટુરિઝમે ટ્વીટ કરીને તેની માહિતી આપી હતી.
વ્યક્તિ દીઠ 3,000 રૂપિયામાં આઠ મિનિટની મુસાફરી કરી શકાય છે. આ સાથે તમે ભવ્ય રામ મંદિર નિર્માણ કાર્ય, હનુમાનગઢી, કનક ભવન, રામ કી પૈડી, છોટી છવની, મોટી છવની, લક્ષ્મણ કિલ્લો, સુગ્રીવ કિલ્લો જોઈ શકશો.

તમામ વિગતો જાણો
સરયૂના કિનારે આવેલા ગેસ્ટ હાઉસની સામે હેલીપેડ પરથી ભક્તો હેલિકોપ્ટરમાં બેસીને સમગ્ર અયોધ્યાની હવાઈ યાત્રા કરશે. મોબાઈલનંબર 9412526465 અને 7011410216 પર ટિકિટ બુક કરાવી શકાશે. મુસાફરો સવારે 9:00 થી સાંજના 6:00 કલાકે સુધી જ હવાઈ દ્રશ્યજોઈ શકશે. દરેક વ્યક્તિનું ભાડું 3,000 રૂપિયા હશે.
|
રામલલાની મૂર્તિની સ્થાપના ક્યારે થશે?
કોર્ટના નિર્ણય બાદથી મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. આગામી વર્ષમાં રામભક્તો માટે મંદિર તૈયાર થઈ જશે. એવો દાવોકરવામાં આવી રહ્યો છે કે, મંદિર નિર્ધારિત સમય કરતાં લગભગ 4 મહિના પહેલા તૈયાર થઈ જશે. જોકે, રામ મંદિર પ્રબંધન અનુસાર,જાન્યુઆરી 2024ના મધ્યમાં રામલલાની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
