For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન રામની જન્મભુમી અયોધ્યાને 5.51 લાખ દિવાથી સજાવાઇ, વર્લ્ડ રેકોર્ડ

ભગવાન શ્રી રામના શહેર અયોધ્યામાં આયોજિત દીપોત્સવ કાર્યક્રમ મુજબ સાંજે સરયુ ઘાટ ખાતે 5 લાખ 51 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ભગવાન શ્રી રામના શહેર અયોધ્યામાં આયોજિત દીપોત્સવ કાર્યક્રમ મુજબ સાંજે સરયુ ઘાટ ખાતે 5 લાખ 51 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ વખતે સમગ્ર શહેરમાં સંસ્કૃતિ અને પર્યટન વિભાગના નેજા હેઠળ 14 સ્થળોએ દીવડાઓ પ્રગટાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પર પ્રથમ વખત 5,51000 દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડનો દાવો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત ઘણા પ્રધાનો અને રાજ્યપાલ પણ દીપ પ્રજાવલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં, શ્રી રામના વનવાસથી પરત ફરવાના આનંદના પ્રતીક તરીકે, તેઓ દર વર્ષે દીવા પ્રગટાવવા આવે છે. અયોધ્યામાં વિવિધ કાર્યક્રમોની ઝલક

રામલીલા માટે આવ્યા હતા 5 દેશોના કલાકાર

રામલીલા માટે આવ્યા હતા 5 દેશોના કલાકાર

દીપોત્સવ નિમિત્તે, અયોધ્યાના રહેવાસીઓએ આ વખતે આવી જ કેટલીક તૈયારીઓ કરી હતી, જેમ કે ત્રેતાયુગમાં લંકાની જીત બાદ ભગવાન શ્રી રામના અયોધ્યાના આગમન પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યામાં દેશનો સૌથી મોટો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે 500 થી વધુ દેશી અને વિદેશી કલાકારો અહીં પહોંચ્યા છે. ભારત, નેપાળ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ વગેરે જેવા દેશોના કલાકારો રામલીલા રજૂ કરશે.

આ સ્થળોએ બનાવાયા પરંપરાગત તહેવારના મંચ

આ સ્થળોએ બનાવાયા પરંપરાગત તહેવારના મંચ

દીપ પ્રજાવલાવન નિમિત્તે, અયોધ્યામાં 10 નાના અને એક મોટુ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ મંચો ભરતકુંડ, આઈટીઆઈ, સાકેત પીજી કોલેજ, બિરલા ધર્મશાળા, ઝુનકી ઘાટ, ભજન સ્થાનલ, દશરથ મહેલ, કનક ભવન, તુલસી ઉધ્યાસન, હનુમાન બાગ વગેરે સ્થળોએ બનાવવામાં આવ્યા છે.

રામનો રાજ્યાભિષેક જોવા પહોંચ્યા લોકો

રામનો રાજ્યાભિષેક જોવા પહોંચ્યા લોકો

તમામ સ્થળોએ વિવિધ રીતે ઉત્સવની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી હતી. ભજન, લોકગીત, નંદરાજજાત, રામ રાજ્યાભિષેક કરવા દેશ-વિદેશના લોકો ઉમટ્યા છે. મોટી સંખ્યામાં લોકો રામનો રાજ્યાભિષેક જોવા પહોંચ્યા છે.

11 રથથી સજ્જ શોભા યાત્રા

11 રથથી સજ્જ શોભા યાત્રા

આ વખતે અયોધ્યામાં શ્રી રામના જીવનથી સંબંધિત 11 પ્રસંગો દર્શાવતી એક શોભાયાત્રા પણ તૈયાર કરવામાં આવી હતી. જેમાં 500 જેટલા માસ્ક લગાવેલ કલાકાર શામેલ હશે. આ શોભાયાત્રામાં ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને નેપાળી રામલીલાની ઝલક પણ બતાવવામાં આવશે. શનિવારે સાંજે રામકથા પાર્કમાં શ્રી રામ-જાનકીની પૂજા, પૂજા, આરતી અને શ્રી રામ રાજ્યાભિષેકના કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો.

13 મોટા મંદિરોમાં 3 દિવસ માટે 5001 દીવા પ્રગટાવ્યા

13 મોટા મંદિરોમાં 3 દિવસ માટે 5001 દીવા પ્રગટાવ્યા

દીપોત્સવના પ્રભારી આશિષ મિશ્રાએ જણાવ્યું હતું કે 24 ઓક્ટોબરથી રામનગરમાં દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અહીં, સતત ત્રણ દિવસ (24 થી 26 ઓક્ટોમ્બર) સુધી 13 મુખ્ય મંદિરોમાં 5001 દીયા પ્રગટાવવામાં આવશે. આ સાથે, 22 સાંસ્કૃતિક રથ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

ઘાટો પર ગ્રાફિક્સની મદદથી સજાવાયા દીવા

ઘાટો પર ગ્રાફિક્સની મદદથી સજાવાયા દીવા

આ સમયે દીવા સીધા ન લગાવીને ગ્રાફિક્સ દ્વારા ઘાટ પર દર્શાવવામાં આવ્યા છે. આ ગ્રાફિક્સમાં, શ્રી રામ, સીતા અને હનુમાન સહિતના અયોધ્યાના સ્થળોની છબીઓ જોઇ શકાય છે. ખાસ કરીને શ્રી રામના અયોધ્યા પરત ફરવાનું દ્રશ્ય આનંદકારક રહેશે.

આ પણ વાંચો: આ દિવાળી ખુશીઓને બમણી કરી દેશે રંગોળીની આ ડિઝાઈન

English summary
ayodhya deepotsav 2019 live 5 lakhs earthen lamps lighting ram nagari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X