અયોધ્યામાં મંડરાયો આતંકી ખતરો, 30 બોમ્બ ડિસ્પોઝલ ટૂકડી તહેનાત
અયોધ્યામાં મંડરાયો આતંકી ખતરો, 30 બોમ્બ ડિસ્પોઝલ ટૂકડી તહેનાત
અયોધ્યાઃ રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર ગમે ત્યારે સુપ્રીમ કોર્ટનો ફેસલો આવી શકે છે. એવામાં અયોધ્યાની સુરક્ષા માટે સરકારે પુખ્તા ઈંતેજામ કરી લીધા છે. શહેરમાં આતંકી ખતરાના ઈનપુટ મળ્યા બાદ અહીં 30 એન્ટી બોમ્બ સ્ક્વૉડ તહેનાત કરી દેવામાં આવી છે. હાલના સીજેઆઈ રંજન ગોગોઈ 17 નવેમ્બરે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે અને તે પહેલા જ ફેસલો આવવાની સંભાવના છે.
સૂત્રો મુજબ અધિકારીઓએ તમામ ધર્મશાળાને સૂચના આપી દેવામાં આવી છે કે 12 નવેમ્બર પહેલા ત્યાં રહેતા તમામ લોકોને જાવા માટે કહી દેવામાં આવે. મંગળવારની રાત સુધી ધર્મશાળાઓ ખાલી કરી દેવામાં આદેશ આપી દેવામાં આવ્યા છે. સાથે જ સ્થાનિક નિવાસીઓને પણ શહેર છોડવા માટે કહી દેવામાં આવ્યું છે.

સુરક્ષાના પુખ્તા ઈંતેજામ
શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઓછામાં ઓછી 300 સુરક્ષા કંપનીઓ અયોધ્યામાં તહેનાત રહેશે. પોલીસે વિવાદિત સ્થળ નજીકના રામ કોટ ક્ષેત્રના રસ્તાઓ પણ સીલ કરી દીધા છે. સાથે જ મંત્રાલયે પેરામિલિટ્રી ફોર્સની કંપનીઓ ઉપરાંત બીએસએફ, આરએએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસએસબીની ત્રણ-ત્રણ કંપનીઓ પણ મોકલી છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ
એક દિવસ પહેલા જ ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી અયોધ્યા ફેસલાને ધ્યાનમાં રાખતા સતર્ક રહેવા અને ઉચિત કાનૂન વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની સલાહ આપી છે. આ મામલાની સુનાવણી સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બેંચે કરી છે.

દશકો જૂનો છે વિવાદ
જણાવી દઈએ કે અયોધ્યામાં જમીનનો વિવાદ કેટલાય દશકો જૂનો છે. આ મામલે સપ્ટેમ્બર 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ફેસલો સંભળાવતા 2.77 એકર વિવાદિત જમીનને રામ લલ્લા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ વચ્ચે વહેંચી દીધો હતો. જેમાં આ ત્રણેય પક્ષોએ વાંધો ઉઠાવી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે આ મામલાનો આખરી ફેસલો સુપ્રીમ કોર્ટ સંભળાવશે.












Click it and Unblock the Notifications
