
Ayodhya Verdict: ઐતિહાસિક ફેસલા બાદ તમામ પાંચ જજોની સુરક્ષા વધારાયી
નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોરટની પાંચ જજોની સંવૈધાનિક પીઠે પોતાનો ફેસલો સંભળાવી દીધો છે. ફેસલો સંભલાવ્યા બાદ તમામ પાંચ જજોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જજોની સુરક્ષા માટે વધારાની સુરક્ષાબળોને તહેનાત કરી દેવામાં આવ્યા છે, સાથે જ બેરિકેડિંગ અને મોબાઈલ એસ્કોર્ટની ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે. શનિવારથી તમામ પાંચ જજોની સુરક્ષા વધારી દેવામા આવી છે. શનિવારે જ્યારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ શરદ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ, એસ અબ્દૂલ નજીર આ મામલે પોતાનો ફેસલો સંભળાવ્યો હોય તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સુરક્ષા વધારાયી
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તમામ માનનીય જજોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે કોઈપણ જજોની કોઈપણ પ્રકારની ધમકી મળી નથી. તમામ જજોના ઘર બહાર વધારાના સુરક્ષાકર્મીઓને તહેનાતી કરી દેવામા ંઆવી છે, અહીં પર રસ્તાઓ પર બેરિકૈડિંગ લગાવી દેવામાં આવ્યા છે. અગાઉ જજોના ઘર પર હાઉસ ગાર્ડ અને સ્થિર સુરક્ષા હતી, પરંતુ આ ફેસલાને પગલે અતિરિક્ત સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. હવે જજોની સુરક્ષામાં એક એસ્કોર્ટ ગાડી હથિયારબંધ સુરક્ષા સાથે તહેનાત રહેશે.

કોઈ પ્રકારનો કોઈ ખતરો નથી
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે માત્ર એટલા માટે સુરક્ષા વધારવામાં આવી છે જેથી કોઈ અપ્રિય ઘટનાથી નિપટી શકાય, સાવચેતીના ભાગ રૂમે અમે સુરક્ષા વધારી છે, જજોને કોઈપણ પ્રકારનો ખતરો નથી. એકાધ દશકાથી અયોધ્યા વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ શનિવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ફેસલો સંભળાવી દીધો. કોર્ટે પોતાનો ઐતિહાસિક ફેસલો સંભળાવતા વિવાદિત સ્થળ હન્દુને આપવા કહ્યું, સાથે જ અયોધ્યામાં કોઈપણ જગ્યાએ પાંચ એકરની જમીન મુસ્લિમોને આપવા કહ્યું, જેના પર મસ્જિદ બનાવવામાં આશે.

હિન્દુઓને વિશ્વાસ
પાંચ જજોની બેંચની અધ્યક્ષતા રંજન ગોગોઈએ કરી. કોર્ટે પોતાનો ફેસલો સંભળાવતા કહ્યું કે હિન્દુઓને આ વિશ્વાસ છે કે અયોધ્યામાં જ ભગવાન રામનો જન્મ થયો હતો, જેનાથી ક્યારેય ઈનકાર ન કરી શકાય. આ જગ્યા પ્રતીકાત્મક રૂપે ભગવાન રામની છે અને તેઓ આના માલિક છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે સુપ્રીમ કોર્ટના મુખ્ય મન્યાયાધીશના પદ પરથી રિટાયર થઈ રહ્યા છે. તેમના બાદ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હશે.
મહારાષ્ટ્રમાં બદલાયેલ રાજનૈતિક સમીકરણો વચ્ચે શરદ પવારે NCP કોર ગ્રુપની બેઠક બોલાવી