આઝમ ખાને બધાની વચ્ચે એન્જિનિયરને માર્યો તમાચો...
ઉત્તર પ્રદેશ ના મંત્રી આઝમ ખાન હંમેશા વિવાદોમાં રહે છે. પરંતુ આ વખતે તેઓ એક એન્જિનિયરને થપ્પડ મારવાના વિવાદમાં ફસાયા છે. આઝમ ખાન પર યુપી બ્રિઝ કોર્પોરેશનના એન્જિનિયરએ થપ્પડ મારવાનો આરોપ લગાવ્યો છે.
આ બાબતે સિનિયર એન્જિનિયર આર કે અગ્રવાલે ફરિયાદ પણ નોંધાવી છે. આર કે અગ્રવાલ રામપુરમાં બની રહેલા ફ્લાયઓવરના પ્રોજેક્ટ મેનેજર છે. તેમના જણાવ્યા મુજબ આઝમ ખાન શનિવારે ફ્લાયઓવરની મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા.

આર કે અગ્રવાલે આરોપ લગાવ્યો છે કે જ્યારે આઝમ ખાન ફ્લાયઓવરની મુલાકાત લેવા માટે પહોંચ્યા ત્યારે તેમને એન્જિનિયરો પર બરાબર કામ ના કરવાનો આરોપ લગાવ્યો. તેમને બધાની વચ્ચે એન્જિનિયરને તમાચો પણ મારી દીધો.
આ ઘટના બાદ બ્રિઝ કોર્પોરેશનના બધા જ એન્જિનિયરે કામ કરવાનો બહિષ્કાર કર્યો અને આઝમ ખાન પાસે માફી માંગવાની માંગ પણ કરી છે. હવે જોવા નું એ છે કે અખિલેશ યાદવ આ મામલાને કઈ રીતે લે છે કે પછી મોટું આંદોલન થવાની શક્યતા વર્તાઈ છે.












Click it and Unblock the Notifications
