અમરનાથ યાત્રાઃ શિવભક્તોની આતુરતાનો અંત, સામે આવ્યો બર્ફાની બાબાનો ફોટો
અમરનાથ યાત્રા 2019માં બાબા બર્ફાનીના દર્શન માટે ઈચ્છુક ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. બાબા હવે પોતાના બર્ફાનીના રૂપમાં સંપૂર્ણપણે આવી ચૂક્યા છે.
અમરનાથ યાત્રા 2019માં બાબા બર્ફાનીના દર્શન માટે ઈચ્છુક ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. વાસ્તવમાં બાબા હવે પોતાના બર્ફાનીના રૂપમાં સંપૂર્ણપણે આવી ચૂક્યા છે. બાબા બર્ફાનીની આસપાસ બરફનુ મોટુ સ્તર જામી ચૂક્યુ છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે આ વખતે અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને તેના સંપન્ન થવા સુધી બાબા બર્ફાની ભક્તોને દર્શન આપતા રહેશે.

મુસાફરો માટે કરવામાં આવી સુરક્ષાની વ્યવસ્થા
અમરનાથની આ વર્ષની યાત્રા માટે જમ્મુમાં નિયંત્રણ રેખા (એલઓસી) અને આંતરરાષ્ટ્રીય સીમા (આઈબી) આસપાસ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 46 દિવસની આ યાત્રા 15 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ યાત્રા જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ માર્ગઅને ગંદેરબલ જિલ્લાના નાના બાલટાલ માર્ગથી શરૂ થશે.

સુરક્ષા માટે થઈ બેઠક
અમરનાથ જતા મુસાફરોની સુરક્ષા માટે પોલિસ, સેના, બીએસએફ, સીઆરપીએફ, કેન્દ્રીય સશસ્ત્ર બળ (સીએપીએફ)ની સંયુક્ત બેઠકમાં આઈબી, એલઓસી તેમજ રાજમાર્ગ સહિત આંતરિક વિસ્તારોમાં સુરક્ષાના વિસ્તૃત ઉપાયો પર વાતચીત કરવામાં આવી. આ બેઠક મેનેજમેન્ટ અને સુરક્ષા ગ્રીડને મજબૂત કરવા માટે બોલાવવામાં આવી હતી.

અધિકારીઓએ કરી બુલેટ પ્રૂફ બંકરની માંગ
સમાચાર છે કે સુરક્ષા માટે થયેલી બેઠકમાં સેનાના અધિકારીઓએ બુલેટ પ્રૂફ બંકરની માંગ કરી છે. આ ઉપરાંત આધુનિક સાધનો અને મશીનોની પણ માંગ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
