For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશમાં વધુ એક સંત નેતા બનવાને રસ્તે

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ બંને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ બંને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બંને પાર્ટીના નેતાઓ અલગ અલગ પ્રકારના વચનો આપીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રત્યન કરી રહ્યા છે. રાજ્યમાં બંને દળો જીતવા માટે દાવ રમી રહી છે. જયારે આ ચૂંટણી સમયમાં નવી પાર્ટીઓ બનાવવાનો પણ દોર ચાલુ છે. પંડોખર સરકાર ધામના સંચાલક ગુરુશરણ મહારાજ ઉર્ફ પંડોખર સરકાર ઘ્વારા નવી પાર્ટી બનાવવાનું એલાન કરવામાં આવ્યું છે. આ પાર્ટીનું નામ સાંજી વિરાસત રાખવામાં આવ્યું છે.

madhya pradesh assembly election 2018

પાર્ટીના નામનું એલાન કરતા જ પંડોખર સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ મધ્યપ્રદેશમાં 50 કરતા પણ વધારે વિધાનસભા સીટો પર ઉમેદવારો ઉતારશે. તેની સાથે સાથે તેમને સરખી વિચારધારા ધરાવતી રાજનૈતિક પાર્ટી સાથે પણ આવવાની ઓફર કરી. પંડોખર સરકાર સેવડા વિધાનસભા ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી શકે છે. દતિયાના પંડોખર સરકાર ધામના સંચાલક ગુરુશરણ મહારાજ ઉર્ફ પંડોખર સરકારનું ગ્વાલિયર-ચંબલ સંભાગમાં ઘણી અસર છે. તેમને મળવા અને તેમના આશીર્વાદ લેવા માટે સામાન્ય માણસ સાથે સાથે ઘણા મોટા નેતાઓ પણ તેમના દરબારમાં હાજરી આપે છે.

આ પણ વાંચો: ઉમેદવારની જાતિ પણ ભાજપમાં ટિકિટની દાવેદારી નક્કી કરશે

English summary
Baba pandokhar sarkar launch new party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X