For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉમેદવારની જાતિ પણ ભાજપમાં ટિકિટની દાવેદારી નક્કી કરશે

ભાજપ માટે લોકસભા ચૂંટણી 2019 પેહલા ત્રણ રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી ખુબ જ મહત્વની છે.

|
Google Oneindia Gujarati News

ભાજપ માટે લોકસભા ચૂંટણી 2019 પેહલા ત્રણ રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી ખુબ જ મહત્વની છે. ભાજપ આ ચૂંટણીમાં જીત માટે દરેક પ્રકારની રણનીતિ અપનાવી રહી છે. પાંચ રાજ્યોમાં ટિકિટની વહેંચણી અંગે 20 ઓક્ટોબરે ભાજપની કેન્દ્રીય ચુનાવ સમિતિની બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ટિકિટ કયા આધારે આપવામાં આવે તેના વિશે ચર્ચા કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે ટિકિટની વહેંચણીમાં જાતીય સમીકરણ અગત્યની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો: અમિત શાહે ગોવાની ગેમ પલટી, ભાજપમાં સામેલ થશે 2 કોંગ્રેસી ધારાસભ્ય

જાતીય સમીકરણ અગત્યનું

જાતીય સમીકરણ અગત્યનું

ભાજપા સૂત્રો અનુસાર આ રાજ્યોમાં જાતીય સમીકરણ ખુબ જ અગત્યનું છે. કઈ વિધાનસભા ક્ષેત્રમાં કયા ઉમેદવારને ટિકિટ મળશે તે ઘણી હદ સુધી આ સમીકરણો નક્કી કરે છે. ટિકિટ આપવામાં કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા તે ક્ષેત્રમાં કઈ જાતિની કેટલી સંખ્યા છે તેની આંકલન કરવામાં આવશે. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે આ આંકડા અંગે આ ક્ષેત્રોમાં કોઈ ખાસ સર્વે નથી કરવામાં આવ્યો. કેન્દ્રીય નેતૃત્વ, રાજ્ય નેતૃત્વ ઘ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન પર વિશ્વાસ કરીને નિર્ણય લેવામાં આવશે.

યુપી ફોર્મ્યુલા લાગુ થશે

યુપી ફોર્મ્યુલા લાગુ થશે

ક્ષેત્રીય સ્તરે બનાવેલી રણનીતિ પછી ભાજપ આ નિષ્કર્ષ પર આવી છે કે વધારે ટિકિટ જાતીય સમીકરણોને ધ્યાનમાં રાખીને આપવી જોઈએ કારણકે પહેલાની ચૂંટણીમાં તેના આધારે જ સફળતા મળી હતી. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ ભાજપે સોશ્યિલ એન્જીનીયરીંગ ફોર્મ્યુલા અપનાવ્યો હતો અને તેમને નાની જાતિઓના સહારે પણ જીત મેળવી હતી. તેને જોતા ત્રણે રાજ્યોમાં ભાજપ આ ફોર્મ્યુલા જ અપનાવશે.

જાતિ જીત અપાવશે

જાતિ જીત અપાવશે

સૂત્રો અનુસાર તેના ઘ્વારા પાર્ટી એવી જાતિઓમાં પણ પગપેસારો કરવામાં સફળ રહેશે જેને અત્યારસુધીમાં યોગ્ય પ્રતિનિધત્વ નથી મળ્યું. છત્તીસગઢમાં જાતીય સમીકરણ એટલું કામ નહીં કરે કારણકે ત્યાં આદિવાસી જનસંખ્યા વધારે પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જાતિની રાજનીતિ મોટી અસર કરી શકે છે. આ સમીકરણ ચૂંટણીમાં અગત્યનું માનવામાં આવે છે એટલા માટે પાર્ટી જાતિ આધારે પસંદગી કરી શકે છે.

English summary
Caste to be key to ticket distribution in MP, Rajasthan and Chhattisgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X