રાક્ષસ બની ગયો હતો રામદેવનો ભાઇ, ગુપ્તાંગમાં પેટ્રોલ નાંખીને આપી પીડા
હરિદ્વાર, 24 ઓક્ટોબર: પોતાની કંપનીના પૂર્વ કર્મચારીને બંધક બનાવી મારપીટ કરવાના આરોપમાં ખરાબ રીતે ફસાયેલા ગુરૂ બાબા રામદેવના ભાઇ રામભરતની મુશ્કેલીઓ વધતી જાય છે. રામભરતની કરતૂતોથી પડદો ઉઠવા લાગ્યો છે જે તેમને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પુરતી છે. પીડિત નિતિન ત્યાગીના ફૂવા હરપાલ ત્યાગીએ આરોપ લગાવ્યો છે કે રામદેવના ભાઇ રામભરતના આશ્રમના સહયોગીઓની સાથે મળીને નિતિના ગુપ્તાંગમાં પેટ્રોલ નાખીને અમાનવીય યાતના આપી હતી.
તેમને જણાવ્યું હતું કે તેમની હાલત બગડી ગઇ છે અને હરિદ્વારના એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. કિસાન કોંગ્રેસના મહાસચિવ હરપાલના અનુસાર તે જ્યારે નિતિનને છોડાવવા માટે પતંજલિ યોગપીઠ ગયા હતા તતો બેહોશ હતા. હોસ્પિટલમાં તેમને જણાવ્યું હતું કે રામભરતે મારપીટની સાથે જ તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો. તેમને આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા ચાર સુરક્ષાકર્મીઓને પોલીસ દ્વારા છોડી મુકવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસને ધ્યાનમાં રાખતા હરપાલે નિતિનના પરિવારજનોની સાથે કેન્દ્રિય મંત્રી હરિશ રાવત સાથે મુલાકાત કરી હતી.

સૂત્રોનું માનીએ તો હરીશ રાવતે હરિદ્વારના એસએસપીથી વાત કરી અને આરોપીની ધરપકડનું આશ્વાસન આપ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે પોલીસે બાબા રામદેવના યોગપીઠથી નિતિન ત્યાગી નામના યુવકને ઘાયલ અવસ્થામાં મુક્ત કરાવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર તેમને સૂચના મળી હતી કે નિતિનનું અપહરણ કરી યોગપીઠમાં રાખવામાં આવ્યો હતો, તેમછતાં પોલીસે રેડ પાડી અને નિતિનને શોધી કાઢ્યો. કહેવામાં આવે છે કે પોલીસે ઘટનાસ્થળેથી ચાર લોકોની ધરપકડ કરી છે પરંતુ નિતિન ત્યાગીનું અપહરણ કરનાર બાબા રામદેવનો ભાઇ રામભરત ફરાર છે, પોલીસ તેની શોધ કરી રહી છે.












Click it and Unblock the Notifications
