For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નાકમાં તેલ નાખવાથી કોરોના પેટમાં વહી જાય છે જ્યાં એસિડ તેને મારી નાખશે'

યોગગુરુ બાબા રામદેવે કોરોનાથી બચવા માટેના અમુક નુસ્ખા જણાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં કહેર વરસાવી રહેલ કોરોના વાયરસથી અત્યાર સુધી એક લાખથી વધુ લોકો મરી ચૂક્યા છે. આ દરમિયાન યોગ ગુરુ રામદેવે શનિવારે દાવો કર્યો કે જો કોઈ પણ એક મિનિ' માટે શ્વાસ રોકી શકતા હોય તો આનો અર્થ એ કે તે સંક્રમિત વ્યક્તિ કોરોના વાયરસથી પીડિત નથી. રામદેવે કહ્યુ, 'આ લક્ષણાત્મક અને સ્પર્શોન્મુખ કેસ માટે સાચુ છે. તે આજતક સમાચાર ચેનલના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.'

કોરોના વાયરસ માટે એક વિશેષ પ્રાણાયામ

કોરોના વાયરસ માટે એક વિશેષ પ્રાણાયામ

આજ સુધી ઈ-એજન્ડામાં બાબા રામદેવે કહ્યુ કે કોરોના વાયરસ માટે એક વિશેષ પ્રાણાયામ છે. આને ઉજ્જાઈ કહેવામાં આવે છે. ઉજ્જાયી પ્રાણાયામ દ્વારા તમે શ્વાસ રોકીને છોડવાનો પ્રયત્ન કરો. શ્વાસ ખેંચ્યા બાદ પોતાની જમણી નાસિકા (નાકના છિદ્ર)ને બંધ કરીને ડાબાથી શ્વાસ છોડો. આનાથી તમારુ ગળુ અને શ્વસન ક્રિયા પણ સારી રહેશે. યોગ ગુરુએ કહ્યુ કે જે લોકોને જૂના બીપી, હ્રદયની સમસ્યાઓ, ડાયાબિટીઝ અને વૃદ્ધ હોય તેઓ 30 સેકન્ડ માટે પોતાનો શ્વાસ રોકી શકે છે અને જે યુવાનો છે તે 1 મિનિટ માટે શ્વાસ રોકી શકે છે.

રામદેે આને કોરોનાની સેલ્ફ ટેસ્ટિંગ પણ ગણાવી

રામદેે આને કોરોનાની સેલ્ફ ટેસ્ટિંગ પણ ગણાવી

રામદેવે આને કોરોનાની સેલ્ફ ટેસ્ટિંગ પણ ગણાવી. આ ઉપરાંત રામદેવે દાવો કર્યો કે જો તમે પોતાના નાકના માધ્યમથી સરસિયાનુ તેલ નાખો તો કોરોના વાયરસ તમારા પેટમાં વહી જશે અન ત્યાં હાજર એસિડના કારણે મરી જશે. આ ઉપરાંત યોગ ગુરુ બાબા રામદેવે લોકોને ફિટ રહેવા અને ઈમ્યુનિટીને બુસ્ટ કરવાના અમુક ઘરેલુ નુસ્ખા બતાવ્યા છે. તેમણે જણાવ્યુ કે અશ્વગંધા, શતાવરી, સફેદ મૂસળી અને શિલાજીત જેવી વસ્તુઓના સેવનથી ઈમ્યુનિટીને સુધારી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવાના બતાવ્યા નુસ્ખા

રોગપ્રતિકારક શક્તિ વધારવાના બતાવ્યા નુસ્ખા

બાબા રામદેવે લોકોને જીવનમાં યોગનુ મહત્વ બતાવ્યુ અને સાથે જ સારુ ડાયેટ ફોલો કરવાની સલાહ પણ આપી. બાબા રામદેવે કહ્યુ સવારે નાસ્તામાં અંકુરિત દાળોનુ સેવન કરો. મગફળી, ચણા, મગ, ઘઉ અને દાળોને અંકુરિત કરીને દાળમાં શામેલ કરો. લોકોને પોતાના ઘરમાં યોગનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરીને રામદેવે એ પણ કહ્યુ કે શરીરમાં ઑક્સિજનનુ સ્તર ઓછુ થવુ મોટાભાગની બિમારીનુ મુખ્ય કારણ છે. આ હવે દુનિયભરના અભ્યાસથી પણ સાબિત થઈ ગયુ છે. યોગનો અભ્યાસ કરી પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શકશો.

આ પણ વાંચોઃ કોંગ્રેસઃ નોટબંધીની જેમ કોઈ પણ યોજના વિના લાગુ કર્યુ લૉકડાઉન, 14 કરોડ નોકરીઓ ગઈઆ પણ વાંચોઃ કોંગ્રેસઃ નોટબંધીની જેમ કોઈ પણ યોજના વિના લાગુ કર્યુ લૉકડાઉન, 14 કરોડ નોકરીઓ ગઈ

English summary
baba ramdev claims Put mustard oil through your nose, corona will flow into stomach, die in acid
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X