બાબા રામદેવને હિથ્રો એરપોર્ટ પર 6 કલાક અટકાવી રખાયા
લંડન, 21 સપ્ટેમ્બર : લંડનમા એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા યોગ ગુરુ બાબા રામદેવને હિથ્રો અરપોર્ટ પર 6 કલાક સુધી અટકાવી રાખવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સ્થાનિક સમય પ્રમાણે બપોરે એક વાગ્યા રામદેવ એરપોર્ટ પર પહોંચ્યા તો તેમને અટકાવવામાં આવ્યા હતા. અહીં તેમની કલાકો સુધી પૂછપરછ કરાઈ હતી.
હિથ્રો એરપોર્ટ પર બાબા રામદેવને દવાઓ વિશે તેમજ તેમણે રાખેલા કેટલા હિન્દી અને સંસ્કૃત પુસ્તકો વિશે પણ તેમને પૂછવામાં આવ્યું હતું. બાબા રામદેવના સહયોગીનો દાવો છે કે બાબા રામદેવને કોઈ કારણોસર એરપોર્ટ પર અટકાવાયા હતા. તેમની ડાયરીમાં લખાયેલી હિન્દી અને સંસ્કૃતની નોટ્સ ન સમજાતી હોવાથી તેમને કારણ વિના બેસાડી રાખવામાં આવ્યા હતા.

માહિતી મુજ્બ, એરપોર્ટ વિભાગના અધિકારીઓએ તેમની લગભગ ચારેક પૂછપરછ કરી હતી અને બાદમાં ક્લીન ચીટ આપી જવા દેવામાં આવ્યાં હતાં પણ તે પછી કસ્ટમ વિભાગનાં અધિકારીઓએ તેમની તપાસ શરૂ કરી દીધી હતી.
બાબા પાસે સંસ્ક્રુતમાં લખાયેલા કેટલાક પુસ્તકોનો સંગ્રહ જોઇ અધિકારીઓને તેમના પર શંકા ગઇ હતી. એ પુસ્તકોમાં શું લખ્યું છે તે જાણવા માટે અધિકારીઓએ અનુવાદકોને પણ બોલાવ્યાં હતાં. જેના કારણે તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યાં હતાં. બાબા રામદેવ પાસે આયુર્વેદિક દવાઓ પણ હતી. તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
