રામદેવે પૂછ્યું: સોનિયાની દીકરી પર બળાત્કાર થયો હોત તો શું કહેત?

Baba Ramdev
નવી દિલ્હી, 10 ઓક્ટોબર: હરિયાણાના જીંદની મુલાકાત કરીને પાછા આવેલા સોનિયા ગાંધી પર રામદેવે અપમાનજનક ટિપ્પણી કરી દીધી છે. રામદેવે તેમની પર પ્રહારો કરતા કહ્યું કે ‘ હું સોનિયા ગાંધીને પૂછવા માંગુ છું કે જો તેમની છોકરી પર બળાત્કાર થયો હોત તેઓ શું કરતા? આ રીતે કોંગ્રેસના મુખ્યમંત્રીનો બચાવ કરવો એ શરમજનક બાબત છે.'

બાબા રામદેવે આ ટિપ્પણી મંગળવારે મીડિયા સામે કરી હતી. બાબાને સોનિયા ગાંધીનું નિવેદન શરમજનક લાગ્યું પરંતુ તેમને તેમનું નિવેદન શરમજનક ના લાગ્યું. બાબાના દેશભરમાં કરોડો સમર્થકો છે, તેઓ શું વિચારી રહ્યા હશે.

હરિયાણામાં સોનિયાએ શું કહ્યું હતું

સોનિયા ગાંધીએ મંગળવારે જીંદ પહોંચીને બળાત્કાર બાદ આત્મહત્યા કરનાર યુવતીના પરિવાર સાથે મુલાકાત કરી હતી, અને પત્રકારોને જણાવ્યું હતું કે ' આ રીતે વધતી બળાત્કારની ઘટનાઓ શરમજનક બાબત છે. જોકે માત્ર હરિયાણામાં જ નહીં આખા દેશમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, અને તે એક ચિંતાનો વિષય છે. '

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X