For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા રામદેવનો નરેન્દ્ર મોદી અંગે યુ-ટર્ન, મોટી વાત કહી

છેલ્લા કેટલાક દિવસોથી બાબા રામદેવના તેવર બદલાયેલા હતા, તેઓ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી માટે સતર્ક નિવેદનો આપી રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસોથી બાબા રામદેવના તેવર બદલાયેલા હતા, તેઓ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી માટે સતર્ક નિવેદનો આપી રહ્યા હતા. પરંતુ હવે ફરી એકવાર બાબા રામદેવે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવાની અપીલ કરી છે. જયપુરમાં બાબા રામદેવે કહ્યું કે આ ચૂંટણીમાં લોકોએ ભાજપને મત આપવો જોઈએ. બાબા રામદેવ જયપુરમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરના નોમિનેશન દરમિયાન પહોંચ્યા હતા.

Baba Ramdev

ખરેખર થોડા મહિના પહેલા બાબા રામદેવે કહ્યું હતું કે દેશનો આવનારો પ્રધાનમંત્રી કોણ બનશે તેના વિશે કઈ નહીં કહી શકાય. બાબા રામદેવનું આ નિવેદન પીએમ મોદી વિરુદ્ધનું માનવામાં આવી રહ્યું હતું પરંતુ હવે ફરી એકવાર બાબા રામદેવે નરેન્દ્ર મોદીને પીએમ બનાવવાની અપીલ કરી છે. તેમને કહ્યું કે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થા બનાવવા માટે મોદીને મજબૂત કરવા પડશે, દેશ તેમના હાથોમાં સુરક્ષિત છે.

આ પણ વાંચો: કેવી રીતે શરૂ કરશો પતંજલિ પરિધાનનો બિઝનેસ, અરજીની શું છે પ્રક્રિયા?

બાબા રામદેવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદી એકમાત્ર એવા નેતા છે, જે દેશને સુરક્ષિત રાખી શકે છે. ભારત માતાને નરેન્દ્ર મોદી પર ગર્વ છે. આ દરમિયાન તેમને કોંગ્રેસની ન્યાય યોજના પર જોરદાર પ્રહાર કર્યા. તેમને કહ્યું કે દેશની જનતા કોંગ્રેસને સજા આપશે, દરેક બૂથ પર ન્યાયની જરૂર છે. કોંગ્રેસ વિરુદ્ધ આ જનતા ન્યાય કરશે, દેશની જનતા હવે ન્યાય કરશે. આપને જણાવી દઈએ કે 23 મેં દરમિયાન લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

આ પણ વાંચો: બાબા રામદેવ બોલ્યા, મારી જેમ કુંવારા લોકોને વિશેષ સમ્માન આપો

English summary
Baba Ramdev once again appeals people to vote BJP and Make Narendra Modi PM once again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X