• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા રામદેવ બોલ્યા, મારી જેમ કુંવારા લોકોને વિશેષ સમ્માન આપો

બાબા રામદેવે કુંવારા લોકો માટે એક મોટું નિવેદન આપ્યું છે. બાબા રામદેવે કહ્યું કે જે લોકોએ લગ્ન નથી કર્યા તેમને દેશમાં સમ્માન મળવું જોઈએ
|
Google Oneindia Gujarati News

બાબા રામદેવે કુંવારા લોકો માટે એક મોટું નિવેદન આપ્યું છે. બાબા રામદેવે કહ્યું કે જે લોકોએ લગ્ન નથી કર્યા તેમને દેશમાં સમ્માન મળવું જોઈએ. બાબા રામદેવે કહ્યું કે આખા ભારતમાં જેમને અમારી જેમ લગ્ન નથી કર્યા તેમને વિશેષ સમ્માન મળવું જોઈએ અને જેમને લગ્ન કર્યા છે તેઓ બે કરતા વધારે બાળકો પેદા ના કરે. જો કોઈ બે કરતા વધારે બાળક પેદા કરે તો તેમની પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએ.

આ પણ વાંચો: ભગવા કપડા પહરેવાથી કોઈ બાબા નથી બની જતુઃ બાબા રામદેવ

કુંવારા લોકોને વિશેષ સમ્માન

કુંવારા લોકોને વિશેષ સમ્માન

આ પહેલીવાર નથી કે બાબા રામદેવે આ પ્રકારનું નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેમને આ વર્ષે એપ્રિલ મહિનામાં ગોવાની એક સભામાં કહ્યું હતું કે તેમની સફળતા અને આનંદપૂર્ણ જીવનનું એક કારણ તેમનું કુંવારા હોવું છે. લોકો પોતાના પરિવાર માટે કામ કરે છે અને તેમના માટે પરેશાન રહે છે.

મેં લગ્ન નથી કર્યા એટલા માટે ખુશ છું

મારુ છું છે, મારે પત્ની પણ નથી અને બાળક પણ નથી. લગ્ન સરળ બાબત નથી ઘણા લોકો હમણાં લગ્ન કરશે અને ઘણા કરી ચુક્યા છે. જો તમારા બાળક છે તો તમારે આખું જીવન તેને વેઠવું પડે છે. હું હંમેશા ખુશ રહું છે કારણકે મેં લગ્ન જ નથી કર્યા.

રામ મંદિર અંગે નિવેદન આપ્યું

યોગગુરુ બાબા રામદેવે રામ મંદિર નિર્માણ અંગે જણાવ્યું કે જો ન્યાયાલય ઘ્વારા તેના નિર્ણયમાં મોડું કરવામાં આવ્યું તો સંસદમાં તેના વિશે બિલ આવશે અને આવવું જ જોઈએ. રામ જન્મભૂમિ પર રામ મંદિર નહીં બને તો કોનું મંદિર બનશે? સંતો અને રામભક્તોએ સંકલ્પ કર્યો છે કે રામ મંદિરમાં હવે મોડું નહીં. બાબા રામદેવે કહ્યું કે તેમને લાગે છે કે આ વર્ષે જ દેશને શુભ સમાચાર મળશે.

English summary
Yoga guru Baba Ramdev says one of the reasons for his successful and happy life is bachelorhood
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X