For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવા કપડા પહરેવાથી કોઈ બાબા નથી બની જતુઃ બાબા રામદેવ

દેશભરમાં નકલી બાબાઓ અંગે થઈ રહેલા ખુલાસાઓ દરમિયાન બાબા રામદેવે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં નકલી બાબાઓ અંગે થઈ રહેલા ખુલાસાઓ દરમિયાન બાબા રામદેવે મોટુ નિવેદન આપ્યુ છે. નકલી બાબાઓના કારનામા સામે આવ્યા બાદ રામદેવે કહ્યુ કે જેમનુ ચરિત્ર સારુ નથી એવા બાબાઓને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. બાબા રામદેવે કહ્યુ કે જો પ્રોટોકોલ સાંસદો, ધારાસભ્યો માટે છે તો પછી સાધુઓ માટે પણ છે. જે પોતાને સાધુ કહે છે તેમને આનુ પાલન કરવુ જોઈએ. માત્ર ભગવા વસ્ત્રો ધારણ કરવાથી કોઈ સાધુ નથી બની જતુ.

સાધુઓનું ચરિત્ર ઉચ્ચ કોટિનું હોવુ જોઈએ

સાધુઓનું ચરિત્ર ઉચ્ચ કોટિનું હોવુ જોઈએ

રાજસ્થાનના કોટામાં બોલતા બાબા રામદેવે કહ્યુ કે સાધુ સંતોએ પોતાની મર્યાદાનું ધ્યાન રાખવુ જોઈએ. સાધુઓનું ચરિત્ર ઉચ્ચ કોટિનું હોવુ જોઈએ. વળી, રામદેવે એમ પણ કહ્યુ કે ધર્માચાર્યોએ પણ આવા સન્યાસીઓની ગેરેન્ટી લેવી જોઈએ. તમને જણાવી દઈએ કે યોગ ગુરુ બાબા રામદેવની આ પ્રતિક્રિયા દાતી મહારાજ પર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ આવી છે.

દાતી મહારાજની મુશ્કેલીઓ વધી

દાતી મહારાજની મુશ્કેલીઓ વધી

તમને જણાવી દઈએ કે શિષ્યા પર બળાત્કારના આરોપ બાદ શનિધામના સંસ્થાપક દાતી મહારાજની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પીડિતાને લઈને ફતેહપુર બેરી સ્થિત શનિધામ આશ્રમમાં પહોંચ્યા હતા. દિલ્હીની સાકેત કોર્ટે શનિધામ આશ્રમની તપાસનો વોરન્ટ પણ જારી કરી દીધો હતો. દાતી મદન મહારાજ પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતાનું બુધવારે દિલ્હી પોલિસન ક્રાઈમ બ્રાન્ચે નિવેદન નોંધ્યુ હતુ.

આરોપ લગાવનાર છોકરી મારી દીકરી જેવી

આરોપ લગાવનાર છોકરી મારી દીકરી જેવી

બળાત્કારના આરોપ લાગ્યા બાદ ગાયબ થઈ ગયેલા સ્વયંભૂ બાબા દાતી મહારાજ મીડિયા સામે આવ્યા હતા. દાતી મહારાજે કહ્યુ હતુ કે આરોપ લગાવનાર છોકરી મારી દીકરી જેવી છે અને તે એને બદનામ નહિ થવા દે. દાતી મહારાજે એ પણ કહ્યુ હતુ કે તે મહિલાઓનું સમ્માન કરે છે અને કરતા રહેશે. દાતી મહારાજે કહ્યુ હતુ કે જો તેમની ભૂલ હોય તો પોલિસ તપાસ કરશે અને તપાસમાં સહયોગ આપવા માટે તે પૂરી રીતે તૈયાર છે.

English summary
baba ramdev reacts on daati maharaj rape charges, says hang fake babas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X