For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન રામ હિંદુઓના જ નહિ, મુસ્લિમોના પણ પૂર્વજ છેઃ રામદેવ બાબા

ભગવાન રામ હિંદુઓના જ નહિ, મુસ્લિમોના પણ પૂર્વજ છેઃ રામદેવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દાને રાષ્ટ્રના ગૌરવ સાથે જોડાયેલ જણાવતા યોગ ગુરુ રામદેવે શુક્રવારે કહ્યું કે ભગવાન રામ માત્ર હિંદુઓના જ નહિ, બલકે મુસલમાનોના પણ પૂર્વજ છે. તેમણે કહ્યું કે રામ મંદિરનો મુદ્દો વોટ બેંકની રાજનીતિ સાથે જોડાયેલ નથી. રામદેવે રાજનૈતિક દળોને પૂછ્યું કે જો અયોધ્યામાં નહિ તો તમે તેને ક્યાં બનાવશો? આ પહેલીવાર નથી જ્યારે બાબા રામદેવે રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ramdev baba

અમદાવાદથી 70 કિમી દૂર ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આયોજિત એક યોગ શિબિરમાં ભાગ લેવા માટે આવેલ બાબા રામદેવે કહ્યું કે જો અયોધ્યામાં નહિ તો તમે એને ક્યાં બનાવશો? એ સ્પષ્ટ છે કે આ મક્કા, મદીના અથવા વેટિકન સિટીમાં તો બનશે નહિં. આ એક નિર્વિવાદ તથ્ય છે કે અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે. બાબા રામદેવે કહ્યું કે ભગવાન રામ માત્ર હિંદોઓના જ નહિ, બલકે મુસલમાનોના પણ પૂર્વજ હતા. રામ મંદિરનો આ મુદ્દો દેશના ગૌરવ સાથે જોડાયેલ છે. જેને વોટ બેંકની રાજનીતિથી કંઈ જ લેવા દેવા નથી. મારું દ્રઢ્ઢ માનવું છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ.

કોંગ્રેસે રામદેવ પર જવાબી હુમલો કરતા કહ્યું કે તેમના જેવા ધાર્મિક નેતા સત્તારુઢ ભાજપના લાભાર્થી છે અને ચૂંટણીમાં જીત અપાવવામાં પાર્ટીની મદદ માટે આવી રીતે નિવેદન આપે છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું કે આવી રીતે બાબા ફરી એકવાર ચૂંટણી પહેલા ભાજપ અને મોદી સરકારની મદદ કરવા માટે સામે આવ્યા છે જેથી આગામી પાંચ વર્ષ સુધી હજુ વધુ લાભ ઉઠાવી શકે.

આ પણ વાંચો- ભરોસો રાખો, ત્રણ તલાક કાયદાને હટવા નહિ દઈએઃ જલપાઈગુડીમાં પીએમ મોદી

English summary
baba ramdev says lord ram ancestor of hindus as well as muslims
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X