રામદેવ વિ. કોંગ્રેસઃ કોણ સાચું, કોણ ખોટું?
બેંગ્લોર, 22 ઓક્ટોબરઃ બાબા રામદેવનું કહેવું છે કે, પતંજલિ યોગપીઠના કર્મચારીને 25-30 લાખ રૂપિયાની ચોરી કરતા પકડવામાં આવ્યો, ત્યારબાદ તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો. જેને અપહરણની એક ઘટના તરીકે રજુ કરવામાં આવી રહી છે. બાબા રામદેવે આરોપ લગાવ્યો કે સરકાર સામાન્ય જનતામાં તેમની છબીને ખરાબ કરવા માગી રહી છે. રામદેવે એ પણ આરોપ લગાવ્યા કે, સરકાર કેટલાક દેહ વ્યવસાયિકોને મારા આશ્રમમાં પ્રવેશ કરાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યાં છે. જેથી તેમની ધરપકડ કરીને મારા પર સેક્સ રેકેટ અને ડ્રગ્સ આપવાના આરોપ લગાવી શકાય.
મામલામાં અપહરણના શિકાર પતંજલિ યોગપીઠના કર્મચારી નિતિન ત્યાગીના પરિવારે ઉત્તરાખંડ સરકારને જણાવ્યું છે. ત્યારબાદ રામદેવના ભાઇ રામભગત પર આરોપ લગાવવામાં આવ્યાછે. પોલીસે કહ્યું છે કે, રાભગતે નિતિનું અપહરણ કરીને એક રૂમમાં બંધ કરી રાખ્યો હતો, અને તેની સાથે મારપીટ કરી હતી અને હવે તે ફરાર છે. રામદેવે સીધા ગાંધી પરિવારને નિશાન બનાવતા કહ્યું કે, સીબીઆઇ અને ઇડી તેમની વિરુદ્ધ પૂરાવા એકઠા કરી શક્યા નથી, તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને તેમની પાછળ પડી ગઇ છે, સાથે એવા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવી રહ્યાં છે કે, નિતિનનો પરિવાર સીધો મુખ્યમંત્રી પાસે કેવી રીતે પહોંચી ગયો?
એની એક બાબત એ પણ છે કે, બાબા રામદેવ હાલના દિવસોમાં ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે, જેમાં તેમણે એક તરફ કોંગ્રેસ વિરોધી વલણ અપનાવ્યું છે. ગત દિવસોમાં છત્તીશગઢમાં પોતાની યોગ શીબીરમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા પર તેમને ચૂંટણી પંચે નોટીસ જારી કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, તેના કારણે બાબા વિરુદ્ધ આ બધુ થઇ રહ્યું છે. આટલા લાંબા સમય સુધી વિવાદોમાં રહ્યા બાદ રામદેવ વિરુદ્ધ સીબીઆઇને કંઇજ એવુ જ નથી મળ્યુ કે, જેના આધારે રામદેવ વિરુદ્ઘ પગલા ભરી શકાય.
આ આખા પ્રકરણમાં રામદેવ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે, સાથે જ રામદેવ પ્રતિ સરકારના વલણ સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

કોંગ્રેસ મને બદનામ કરી રહી છે
યોગ ગુરુ બાબા રામદેવે મંગળવારે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા કે, તેના વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યાં છે. તેમણે આ પ્રતિક્રિયા પતંજલિ આશ્રમમાં એક વ્યક્તિને બંધક બનાવવામાં આવવા બદલ તેમના ભાઇ વિરુદ્ધ અપહરણનો મામલો દાખલ કરવામાં આવ્યા બાદ આપી છે. રામદેવે પત્રકારોને કહ્યું કે, મને એક ગુનેગાર તરીકે રજુ કરવામાં આવી રહ્યો છે. છેલ્લી કેટલીક ઘટનાઓથી એ સ્પષ્ટ થયું છે કે, ઉત્તરાખંડ સરકાર અને કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા મને ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

કર્મચારીએ 25-30 લાખની ચોરી કરી
ઘટના અંગે જણાવતા રામદેવે કહ્યું કે, પતંજલિ આશ્રમના એક કર્મચારીને 25-30 લાખ રૂપિયાની ચોરી કરતો પકડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો, જો કે દુર્ભાગ્યવશ મારા વિરોધીએ તેને અપહરણની ઘટના તરીકે રજુ કરી રહ્યાં છે. રામદેવે કહ્યું કે, ઉત્તરાખંડની કોંગ્રેસ સરકાર પતંજલિ આશ્રમમાં દેહ વ્યપારીઓનો પ્રવેશ કરાવવા માટે પ્રયત્નો કરી રહી છે, જેથી બાદમાં તેમને પકડી શકાય અને તેમને આરોપીના રૂપમાં રજુ કરી શકાય.

કોંગ્રેસીઓએ કાળા વાવટા દર્શાવ્યા
મધ્ય પ્રદેશના ઇંદોર પ્રવાસ પર આવેલા યોગગુરુ રામદેવને કાળા વાવટા દર્શાવી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં બે કાર્યકર્તાઓને ઇજા પહોંચી છે. કોંગ્રેસી નેતા વિરુદ્ધ રામદેવ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીથી નારાજ કાર્યકર્તાઓએ મંગળવારે ઇંદોર પ્રવાસ દરમિયાન તેમનો વિરોધ કર્યો હતો.

કૌભાંડની એફઆઇઆર પાછળ ગોટાળો
યોગગુરુ બાબા રામદેવે ફરી એકવાર કોંગ્રેસના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, કોઇપણ કૌભાંડની પ્રાથમિક સૂચના રિપોર્ટ પાછળ પણ ગોટાળો કરવામાં આવી રહ્યો છે. મધ્ય પ્રદેશના જબલપુર માં શુક્રવારે પત્રકારોને જણાવતા રામદેવે કોલસા કૌભાંડમાં ઉદ્યોગપતિ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવવા બદલ પૂછવામાં આવેલા પ્રશ્ન પર કહ્યું કે, આ એફઆઇઆર પૈસા વસુલી કરવા માટે કરવામાં આવી છે. કૌભાંડની એફઆઇઆર પાછળ પણ ગોટાળા છે.

ભાજપ પાસે પંચ વસુલશે રામદેવ પર થયેલો ખર્ચ
નિર્વાચન આયોગે બુધવારે બાબા રામદેવને સકંજામાં લેવાના સંકેત આપ્યા છે. છત્તીસગઢના મુખ્ય નિર્વાચન પદાધિકારી સુનિલ કુઝૂરે કહ્યું કે, જે રીતે રામદેવે ભાજપના પક્ષમાં પ્રચાર કર્યો છે, તેને પેડ ન્યૂઝ માનવામાં આવશે અને તેમના કાર્યક્રમો પર ખર્ચ થયેલી સરકારી રાશીની વસુલી ભાજપ પાસે કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
