Baba Siddique Shot Dead : કુરિયરમાં પિસ્તોલ અને એડવાન્સ પેમેન્ટ, આવી રીતે રચાઈ બાબા સિદ્દીકીની હત્યાની સાજીસ
Baba Siddique Shot Dead : મહારાષ્ટ્રના મોટા નેતા અને બોલિવૂડના ખાસ ગણાતા બાબા સિદ્દીકીની ગોળીઓ મારીને હત્યા કરી દેવાઈ છે. દિલ્હી પોલીસે હત્યાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે.
હત્યા બાદ દિલ્હી પોલીસ સહિતની તમામ એજન્સીઓ પણ એક્શનમાં આવી છે. આ કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યાં છે.

અહેવાલો અનુસાર, તપાસમાં સામે આવ્યુ છે કે હત્યા માટે શૂટર્સને એડવાન્સ રૂપિયા ચુકવી દેવાયા હતા. જો કે પેમેન્ટ કરનારૂ કોણ હતું તેને લઈને કોઈ ખુલાસો થયો નથી.
પોલીસ તપાસમાં જાણકારી મળી છે કે ગોળીબાર કરનારા ઘણા દિવસોથી બાબા સિદ્દીકીના ઘર અને તેની ઓફિસની રેકી કરી રહ્યા હતા. હથિયારોના વેપારીએ કુરિયર એજન્ટની મદદથી હુમલાખોરોને પિસ્તોલ પહોંચાડી હતી. આના માટે એડવાન્સ0 પૈસા ચૂકવવામાં આવ્યા હતા.
પોલીસને પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે બાબા સિદ્દીકી પર હુમલો કરનાર આરોપી દોઢ મહિના પહેલા જ મુંબઈ આવ્યો હતો અને શહેરના કુર્લા વિસ્તારમાં રોકાયો હતો. શૂટરોએ અગાઉ પણ ઘણી વખત ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગયા. દશેરાના તહેવાર પર મોકો મળતા હત્યા કરી દીધી.
ધરપકડ કરાયેલા શૂટરો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યા બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલનું કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટ પણ મુંબઈ પોલીસના સંપર્કમાં છે.
મુંબઈ પોલીસને બાબા સિદ્દીકી શૂટઆઉટ સ્થળેથી 6 બુલેટ શેલ મળી આવ્યા છે. બાબા સિદ્દીકીને ત્રણ ગોળી વાગી જ્યારે એક ગોળી નજીકમાં ઉભેલા વ્યક્તિના પગમાં વાગી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો છે. લીલાવતી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
