Baba Siddique shot : લોરેન્સ બિશ્નોઈ ગેંગે કરાવી બાબા સિદ્દીકીની હત્યા, જાણો કેમ?

Baba Siddique Shot Dead : બાબા સિદ્દીકીની હત્યાએ મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ફરીથી ગુંડારાજની ચર્ચા છેડી છે. આ કેસમાં લોરેન્સ બિશ્નોઈનું નામ આવ્યુ છે.

હત્યા બાદ મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાંચની તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસને આ કેસનાં લોરેન્સ બિશ્નોઈ ગેંસ સાથે સંબંધ હોવાના નક્કર પુરાવા મળ્યા છે.

Baba Siddique shot

બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણીની પુષ્ટિ થઈ છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સ્વીકાર્યુ છે કે તે પંજાબની જેલમાં કેદ હતા ત્યારે બિશ્નોઈ ગેંગના એક સભ્યને મળ્યા હતા.

આ ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપી પંજાબની જેલમાં એકસાથે કેદ હતા. ત્યાં શૂટરોની ઓળખ પહેલાથી જ જેલમાં બંધ બિશ્નોઈ ગેંગના સભ્યોમાંથી થઈ હતી. આ પછી આરોપીઓ બિશ્નોઈ ગેંગમાં જોડાયા. આ પછી આરોપીઓને બાબા સિદ્દીકીની હત્યા કરવા માટે 2.5 લાખ રૂપિયાની સોપારી મળી હતી.

બીજી તરફ બાબા સિદ્દીકીની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે.

આ પોસ્ટમાં સલમાન ખાન અને દાઉદ ગેંગનો ઉલ્લેખ છે. મુંબઈ પોલીસે કહ્યું કે અમે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ જોઈ છે અને અમે તેની સત્યતાની તપાસ કરી રહ્યા છીએ.

વાયરલ થયેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, સલમાન ખાન, અમારે આ યુદ્ધ નહોતું જોઈતું, પરંતુ તમે અમારા ભાઈનું નુકસાન કરાવ્યુ. આજે બાબા સિદ્દીકીની શાલીનતાની ચર્ચા છે પરંતુ તે એક સમયે MCOCA એક્ટમાં દાઉદ સાથે હતો.

પોસ્ટમાં કહેવાયુ છે કે જે કોઈ સલમાન ખાન અને દાઉદ ગેંગને મદદ કરશે, જો કોઈ અમારા ભાઈઓને મારી નાખશે તો અમે તેનો હિસાબ પતાવીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X