For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે

બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લખનઉની વિશેષ સીબીઆઈ અદાલત આજે પોતાનો ફેસલો સંભળાવશે. અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ કરવામાં આવી હતી. બાબરી મસ્જિદ વિધ્વંસે ભારત-પાકિસ્તાન વિભાજન બાદ સૌથી ઘાતમ દંગાને જન્મ આપ્યો અને લગભગ તેમાં 2000 લોકોના મોત થયાં. આ મામલે કોર્ટમાં 251 સાક્ષીઓ રજૂ કરાયા છે અને 600 દસ્તાવેજ પણ સબુતના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે. લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓ પર આજે ફેસલો આવશે.

બાબરી વિધ્વંસ કેસમા કુલ 47 FIR થઈ

બાબરી વિધ્વંસ કેસમા કુલ 47 FIR થઈ

બાબરી વિધ્વંસ મામલે અત્યાર સુધી કુલ 49 એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ કરવાને લઈ સૌથી પહેલા અયોધ્યામાં બે એફઆઈઆર નોંધવામાં આવી. પહેલી એફઆઈઆર કારસેવકો, અથવા ધાર્મિક સ્વયંસેવકો વિરુદ્ધ હતી.

જેમાં એક એફઆઈઆર પ્રિયંવદા નાથ શુક્લાએ નોંધાવી હતી અને બીજી એફઆઈઆર ગંગા પ્રસાદ તિવારીએ નોંધાવી હતી. બાકી 45 એફઆઈઆર અલગ અલગ તારીખો પર પત્રકારો અને ફોટોગ્રાફર્સ દ્વારા નોંધાવવામાં આવી હતી.

ઉમા ભારતી, અડવાણી- જોશી પર શું આરોપ છે?

ઉમા ભારતી, અડવાણી- જોશી પર શું આરોપ છે?

બીજી એફઆઈઆરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત કેટલાય ભાજપીઓના નામ હતા. એફઆઈઆરમાં તેમના પર આરોપ હતો કે ઉમા ભારતી, અડવાણી, જોશી બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે ત્યાં હાજર હતા. એફઆઈઆરમાં એમ પણ કહેવામાં આવ્યું કે અડવાણીએ મસ્જિદના સ્થાને રામ મંદિર માટે અભિયાન ચલાવ્યું. 2017માં લખનઉ કોર્ટે અડવાણી સહિત તમામ આરોપિત ભાજપી નેતાઓ પર બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં અપરાધિક ષડયંત્રના આરોપો નક્કી કરવાનો આદેશ આપ્યો.

8 જુલાઈ 1993ના રોજ તપાસ માટે CBI કોર્ટની રચના કરવામાં આવી

8 જુલાઈ 1993ના રોજ તપાસ માટે CBI કોર્ટની રચના કરવામાં આવી

આ મામલાની સુનાવણી માટે 8 જુલાઈ 1993ના રોજ રાયબરેલીમાં એક વિશેષ સીબીઆઈ અદાલતની રચના કરવામાં આવી હતી. 28 જુલાઈ 2005ના રોજ આરોપો ઘડવામાં આવ્યા અને 57 સાક્ષીઓએ પોતાના નિવેદન નોંધાવ્યા. મામલામાં 28 લોકો વિરુદ્ધ આરોપો ઘડવામાં આવ્યા હતા. જે બાદ સુપ્રીમ કેોર્ટે 30 મે 2017ના રોજ મામલાને લખનઉ અદાલતને સ્થનાંતરિત કરી દીધો.

2019થી અત્યાર સુધી આ કેસમાં શું થયું

2019થી અત્યાર સુધી આ કેસમાં શું થયું

19 જુલાઈ 2019ના રોજ મામલામાં અપરાધિક કેસને છ મહિના પૂરા કરવાની સમયસીમા વધારી દેવામાં આવી. અંતિમ આદેશ માટે નવ મહિનાની સમયસીમા નક્કી કરવામાં આવી. નવ મહિનાની સમય સીમા 19 એપ્રિલે સમાપ્ત થઈ ગઈ અને વિશેષ ન્યાયાધીશે 6 મેના રોજ સુપ્રીમ કોર્ટને પત્ર લખી સમય વધારવાની માંગ કરી. જે બાદ સુપ્રીમ કોર્ટે 8 મેને ફેસલા માટે 31 ઓગસ્ટની નવી સમયસીમા નક્કી કરી. ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે ફરીથી ફેસલાની સમય સીમા 3 સપ્ટેમ્બર સુધી વધારી દીધી હતી.

એક સપ્ટેમ્બરે આ મામલામાં બચાવ અને ફરિયાદી પક્ષની દલિલો પૂરી થઈ હતી. બે ડિસેમ્બર 2020થી કોર્ટે પોતાનો ફેસલો લખવો શરૂ કરી દીધો હતો. જે 30 સપ્ટેમ્બર સુધી સંભળાવવામાં આવશે.

અડવાણી, જોશી, ઉમા સહિત 32 લોકો આરોપી

અડવાણી, જોશી, ઉમા સહિત 32 લોકો આરોપી

સીબીઆઈએ તપાસ બાદ 49 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી લીધી હતી. જેમાં 17 લોકોના મોત થયાં છે અને 32 લોકો પર જ કેસ ચાલ્યો. જેમાં એલકે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા, ચંપત રાય, મહંત ધર્મદાસ, સ્વામી સાક્ષી મહારાજ, મહંત નૃત્ય ગોપાલ દાસ, પવન કુમાર પાંડેય, બ્રિજ ભૂષણ સિંહ, રામવિલાસ વેદાંતી સહિત 32 લોકોના નામ છે. જેના પર આજે 30 સપ્ટેમ્બરે ફેસલો આવશે.

Babri Masjid demolition case LIVE: બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં 28 વર્ષ બાદ આજે ચુકાદોBabri Masjid demolition case LIVE: બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં 28 વર્ષ બાદ આજે ચુકાદો

English summary
Babri demolition case: what are the charges against Uma Bharti, Advani, Joshi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X