For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'વિશ્વાસઘાતી' અમરને પાર્ટીમાં નહીં સમાવાયઃ સપા

|
Google Oneindia Gujarati News

amar-singh
લખનૌ, 5 નવેંબરઃ સમાજવાદી પાર્ટીએ રવિવારે જાહેર કરી દીધું છે કે રાજ્ય સભાના સાંસદ અમર સિંહ ચૌધરી પાર્ટીમાં પરત ફરવાના નથી. તેમણે લોકોને ગેરમાર્ગે દોર્યા છે અને તેમના કારણે પાર્ટીને ઘણું ગુમાવવાનો વારો આવ્યો છે અને અમે ઇતિહાસનું પુનરાગમન કરવા માંગતા નથી. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ રવિવારે ઉક્ત ટિપ્પણી કરી હતી.

ચૌધરીએ કહ્યું છે,'' એવું સાંભળવા મળ્યું છે કે અમે અમરસિંહને પાર્ટીમાં પુનઃ સમાવી રહ્યાં છીએ તે તર્ક વિહિન અને ગેરમાર્ગે દોરતી વાત છે. ભુતકાળમાં અમર સિંહ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે કેટલાક નિર્ણયો લેવામાં આવતા હતા જેના કારણે પાર્ટીને ઘણું ગુમાવવાનો વારો આવ્યો હતો અને પાર્ટીનું નામ પણ બગડ્યું હતું. તેમને પુનઃ પાર્ટીમાં સમાવીને પાર્ટી ફરી એક વખત તેમની ગેરરીતિઓનો ભોગ બનવા માગતી નથી.''

'' અમર સિંહે જેવા લોકોની કોઇ વિચારધારા હોતી નથી, તેઓ માત્ર એટલું જાણતા હોય છે કે પોતાની ઇચ્છાઓને કેવી રીતે પરીપૂર્ણ કરવી. તેમણે પાર્ટી વિરોધી કાર્યવાહી કરી હતી અને વિધાનસભાની ચૂટણી દરમિયાન પણ પાર્ટીના નેતૃત્વ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જે બદલ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે,'' તેમ ચૌધરીએ જણાવ્યું છે.

ચૂંટણી બાદ તે પોતાનો ચેહરો બતાવી શકે તેવી સ્થિતિમાં નથી રહ્યાં, તેમ ચૌધરીએ ઉમેર્યું છે. તેમણે કહ્યું કે, કોઇને એ વાતની શંકા ના હોવી જોઇએ કે 'વિશ્વાસઘાતી'ને પાર્ટીમાં પુનઃ લેવામાં નહીં આવે. કેટલાક લોકોએ ખોટી માહિતી વહેતી કરી છે અને સપા વિરોધી કાર્ય કરી રહ્યાં છે.

English summary
The Samajwadi Party (SP) on Sunday sought to trash the reports about Rajya Sabha MP Amar Singh returning to its fold, saying the speculation was "misleading" and the party has suffered losses due to him and will not repeat the history. SP spokesman Rajendra Chowdhury on Sunday dubbed Amar as a "back stabber who has no ideology."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X