For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bageshwar Dham Dhirendra Krishna Shastri : ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્વીકારી ચેલેન્જ, કહ્યું દરબારમાં આવો પછી...

Bageshwar Dham Dhirendra Krishna Shastri : શ્યામ માનવે પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પડકાર ફેંક્યો અને કહ્યું કે, તેઓ ચમત્કાર બતાવે, જો તેઓ સાચા સાબિત થશે, તો અમે 30 લાખ રૂપિયા આપીશું, પરંતુ તેમણે ચેલેન્જ ફગાવી દીધી હતી.

|
Google Oneindia Gujarati News

Bageshwar Dham Dhirendra Krishna Shastri : બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર અંધવિશ્વાસને પ્રત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે નોંધાયોલો આ કેસ નાગપુરની અંધ શ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.

Dhirendra Krishna Shastri

નાગપુરની અંધ શ્રદ્ધા નિર્મૂલન સમિતિના સભ્ય શ્યામ માનવનું કહેવું છે કે, જો પોલીસ આ મામલે કાર્યવાહી નહીં, કરે તો તે કોર્ટમાં જશે. આવા સમયે ધીરેન્દ્ર શાસ્ત્રીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હું પડકાર સ્વીકારું છું. શ્યામ અહીં રાયપુર આવે છે, હું ટિકિટના પૈસા આપીશ. અમે દિવ્ય દરબાર યોજી, તો શ્યામ કેમ ન આવ્યો, હવે અમને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, જે લોકો આરોપો લગાવે છે, તે નાના મનના લોકો છે. અમે ફક્ત 7 દિવસની કથા કરીએ છીએ. અમે દાવો કરતા નથી કે, અમે તમારી સમસ્યાનું નિરાકરણ કરીશું. અમને અમારા પક્ષમાં વિશ્વાસ છે. અમે અંધશ્રદ્ધાના પક્ષમાં નથી. આપણે આપણા લોકોની સમસ્યા દૂર કરીએ. શું હનુમાનજીની પૂજા અને પ્રચાર કરવો ખોટું છે?

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ બધું ધર્મ વિરોધી લોકોનું કામ છે. ચમત્કારને પડકારનારાઓને જવાબ આપતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું કે, હાથી બજારમાં ચાલે છે, ત્યારે હજારો કૂતરાઓ ભસતા હોય છે. નાગપુરમાં કથા કર્યા બાદ બાગેશ્વર ધામ પરત ફરેલા શાસ્ત્રીએ કહ્યું, અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે, ન તો અમે ચમત્કાર કરનાર છીએ અને ન તો અમે ગુરુ છીએ.

શાસ્ત્રીએ 30 લાખની ચેલેન્જ સ્વીકારી

શ્યામ માનવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ ચેલેન્જ આપી અને જણાવ્યું હતું કે, ચમત્કાર બતાવે અને જો તે સાચા સાબિત થશે તો અમે 30 લાખ રૂપિયા આપીશું, પરંતુ તેમણે ચેલેન્જ ફગાવી દીધી અને 2 દિવસ પહેલા કથા પૂરી કરી હતી. જોકે ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ ચેલેન્જ સ્વીકારી લીધી છે. અહીં સમિતિની માંગ છે કે, ધીરેન્દ્ર કૃષ્ણની ધરપકડ કરવામાં આવે.

બાગેશ્વર ધામના પૂજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. સમિતિએ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમની શક્તિઓ બધાની સામે સાબિત કરવા પડકાર ફેંક્યો હતો. નિર્ધારિત સમય પહેલા નાગપુરમાં દરબાર પૂર્ણ કરીને છતરપુર પરત ફરેલા પંડિત શાસ્ત્રીએ જવાબ આપ્યો છે કે, જ્યારે તે નાગપુરમાં હાજર હતા, ત્યારે શું તેમના પિતાનું અવસાન થયું હતું કે, પછી તેમણે હાથમાં બંગડીઓ પહેરી હતી.

હિંદુત્વ અને ધર્માંતરણ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હિંદુઓમાં એકતાના અભાવે અન્ય લોકો લાભ લે છે, પરંતુ હવે પરિવર્તન આવી રહ્યું છે. હિંદુઓ જાગી રહ્યા છે, જ્યાં પણ ધર્માંતરણ થઈ રહ્યું છે, અમે ત્યાં જઈને કથા કરવાનો સંકલ્પ કર્યો છે. પરિવારો ધર્મ તરફ પણ પરત ફર્યા છે. હિંદુઓના દેવી-દેવતાઓને માત્ર એટલા માટે જ નિશાન બનાવવામાં આવે છે કે આપણે બહુ નિર્દોષ લોકો છીએ.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ફરી એકવાર પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાની વાત કરી છે. પઠાણ ફિલ્મ વિશે પોતાના નિવેદનો પર કહ્યું, હું હજૂ પણ મારી વાત પર અડગ છું. વિરાટ કોહલીએ સદી ફટકારવા પર જણાવ્યું કે, જો તમે કોઈ સંત પાસે જાઓ છો, તો તમને ફક્ત સો જ મળશે, જે તેમના ચરણોમાં જશે, તેને ખુશી મળશે.

English summary
Bageshwar Dham Dhirendra Krishna Shastri accepted the challenge, said come to the Bageshwar Dham then...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X