ફિલ્મ 'શૂદ્ર'ની રજૂઆત સામે બજરંગ દળની ધમકી

લખનૌમાં બજરંગ દળના આગેવાન રાકેશ વર્માએ જણાવ્યું કે "ફિલ્મના ટ્રેઇલર્સ જોતા એમ લાગી રહ્યું છે કે તેનાથી હિન્દુ સમાજમાં ભારે મતભેદ સર્જાઇ શકે છે. આથી અમે સેન્સર બોર્ડ અને ઉત્તર પ્રદેશ સરકારને જણાવી રહ્યા છે કે ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવવામાં આવે. ફિલ્મ શૂદ્રનું સ્ક્રીનિંગ અટકાવવામાં નહીં આવે તો અમે તેનો વિરોધ પ્રદર્શન કરીશું."
આ સંદર્ભમાં બજરંગ દળે કોર્ટનો સંપર્ક પણ સાધ્યો છે. આ ફિલ્મનું નિર્માણ અને ડાયરેક્શન સંજીવ જયસ્વાલે કર્યું છે. ફિલ્મ 19 ઑક્ટોબરે રજૂ થવા જઇ રહી છે.












Click it and Unblock the Notifications
