For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાલ ઠાકરેની તબિયત લથડી, ઉદ્ધવે તાત્કાલિક બેઠક બોલાવી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bal thackeray
મુંબઇ, 2 નવેમ્બર: બાલ ઠાકરેની તબિયત અચાનક બગડતાં શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આજે પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠક શિવસેના ભવનમાં યોજાઇ રહી છે. બેઠકનો એજંડા હજુસુધી જાણવા મળ્યો નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાલા સાહેબ ઠાકરેની ચર્ચા થઇ શકે છે.

બાલ ઠાકરે ખરાબ તબિયતના કારણે મુંબઇ યોજાયેલી દશેરાની રેલીમાં ભાગ લઇ શક્યા ન હતા. તેમને રેલીમાં ભાગ લઇ શક્યા ન હતા. તેમને એક સંદેશામાં કહ્યું હતું કે હું શારીરિક રીતે અસ્વસ્થ મહેસૂસ કરું છું. હું થાકી ગયો છું અને ચાલી પણ શકતો નથી.

બાલ ઠાકરેએ શિવસેના પાર્ટીની સ્થાપના 1966માં કરી હતી. દશેરાની રેલીમાં ભાગ લઇ શક્યા ન હતા પરંતુ વીડિયો ટેપના માધ્યમ વડે તેમને અપીલ કરી હતી કે તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને પૌત્ર આદિત્યને સમર્થન આપે.

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે બાલા સાહેબ ઠાકરેને મળવા માટે તેમના ભત્રીજા અને મનસે પ્રમુખ રાજ ઠાકરે પણ માતોશ્રી પહોંચ્યા હતા. તેમના સિવાય એનસીપી નેતા છગન ભૂજબળ પણ તેમના ખબર-અંતર પૂછવા તેમના ઘરે ગયા હતા. ભૂજબળ પહેલાં શિવસેનાના નેતા હતા પછી તેઓ કોંગ્રેસ અને એનસીપીમાં જોડાયા હતા.

English summary
Bal Thackeray deteriorating further, Uddhav Thackeray, the Executive President of the party, on Thursday called an urgent meeting of party MPs and MLAs in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X