પ્રદૂષણ રોકવા માટે પડોશી રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકો
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, હવાની ગુણવત્તા વ્યવસ્થાપન આયોગની જે ભાવના સાથે કલ્પના કરવામાં આવી હતી, તે રાજ્યોની કાર્ય યોજનાઓમાં સ્પષ્ટ દેખાય છે.
નવી દિલ્હી : ગુરુવારના રોજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાજધાની દિલ્હી સહિત એનસીઆર વિસ્તારમાં વધતા પ્રદૂષણની સમસ્યા પર હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર તેમજ પડોશી રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સહિત પર્યાવરણ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રી ભૂપેન્દ્ર યાદવે આંતર રાજ્ય અને આંતર મંત્રી વચ્ચે સંકલનની જરૂરિયાતની વાત કરી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, હવાની ગુણવત્તા વ્યવસ્થાપન આયોગની જે ભાવના સાથે કલ્પના કરવામાં આવી હતી, તે રાજ્યોની કાર્ય યોજનાઓમાં સ્પષ્ટ દેખાય છે. એક્શન પ્લાનનું પરિણામ રાજ્યોની અસરકારકતા પર નોંધપાત્ર રીતે નિર્ભર રહેશે.

પડોશી રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધની માંગ
કેન્દ્ર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં દિલ્હી સરકાર દ્વારા રાજધાનીની આસપાસના પડોશી રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, આ બેઠકમાં મુખ્યત્વે શિયાળા દરમિયાન વધતા પ્રદૂષણના સ્તર પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, દિલ્હીનું પ્રદૂષણ સ્તર વધવાનું સૌથી મોટું કારણ બહારનું પ્રદૂષણ છે.
NCR માં CNG વાહનોની અપીલ
તેમણે કહ્યું કે, વાહનોના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે અમે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને એનસીઆરમાં સીએનજી દ્વારા ચાલતા જાહેર પરિવહનની સુવિધા માટે વિનંતી કરી છે. અમે પાડોશી રાજ્યોમાં પણ દિવાળીની આસપાસ ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
બાયો ડીકોમ્પોઝરનો ઉપયોગ જરૂરી છે
આ સાથે દિલ્હીના પર્યાવરણ મંત્રીએ કહ્યું કે, 'મેં તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, તે જડમૂળથી સ્ટબલની સમસ્યાને ઉકેલવા માટે કટોકટીના પગલાં તરીકે યુદ્ધના ધોરણે બાયો ડિકમ્પોઝર છાંટવાની તૈયારી કરે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત ઘણી સરકારોએ કહ્યું છે કે, તેઓ ફાટાકડાનો ઉપયોગ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે, પરંતુ એક્શન પ્લાનનો અભાવ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે, દિવાળી દરમિયાન રાજધાનીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.












Click it and Unblock the Notifications
