13 વર્ષથી ઓછી ઉમરવાળાઓ માટે ફેસબુક પર નો એન્ટ્રી!

facebook
નવી દિલ્હી, 17 જુલાઇઃ દિલ્હી હાઇકોર્ટે મંગળવારે વિશ્વની અગ્રણી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને પોતાની સાઇટના મુખ્ય પેજ પર એ ચેતવણી જાહેર કરવા માટે કહ્યું છે કે 13 વર્ષથી ઓછી ઉમરના બાળકો અહીં પોતાનું એકાઉન્ટ ઓપન કરી શકતા નથી.

કોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બી ડી અહમદ અને ન્યાયાધીશ વિભુ બાખરુની બેન્ચે ફેસબુકને 13 વર્ષથી ઓછી ઉમરના બાળકોને એકાઉન્ટ ખોલવા માટેની પરવાનગી નહીં આપવા અંગે જણાવ્યું છે.

ફેસબુક તરફથી કોર્ટ સમક્ષ ઉપસ્થિત વરિષ્ઠ વકીલ પરાગ ત્રિપાઠીએ કોર્ટને આશ્વાસન આપ્યું છે કે, સાઇટ પોતાના મુખ્ય પેજ પર 13 વર્ષથી ઓછી ઉમરના બાળકો ખાતુ નહીં ખોલાવી શકે તેવી સંબંધિત ચેતવણી જારી કરશે.

કોર્ટે કેન્દ્ર સરકારને પણ એ જણાવવા માટે કહ્યું છે કે બાળકોને ઓનલાઇટ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર થનારી અભદ્રતાથી બચાવવા માટે તેમની પાસે કયા કાયદા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X