For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંદીપોરમાં સુરક્ષાબળોએ 2 આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ કાશ્મીરમાં આજે ત્રણ જગ્યાઓ પર આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરમાં શુક્રવારની સવારે સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં આજે ત્રણ જગ્યાઓ પર આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરમાં શુક્રવારની સવારે સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોએ અત્યારસુધીમાં 2 આતંકીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા બંને આતંકીઓ લશ્કરે તોયબાના જણાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ એક એન્કાઉન્ટર શોપિયાંમાં પણ ચાલુ છે, જ્યાં બે આતંકીઓને એક મકાનમાં ઘેરવામાં આવ્યા છે.

Encounter

આ પહેલા બાંદીપોરમાં હાજીનમાં સુરક્ષાબળોએ લશ્કરના બે આતંકીઓને ઠાર માર્યા હતા. એક આતંકીની લાશ પણ કબ્જે કરવામાં આવી છે. ગુરુવારે બાંદીપોરમાં હાજીનમાં મીર મોહલ્લામાં આતંકવાદીઓના હોવાની સૂચના મળી હતી. ત્યારપછી સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન શરુ કર્યું. તલાશી અભિયાન દરમિયાન આતંકીઓ સંતાવવા માટે એક મકાનમાં ઘુસી ગયા અને તેમને સુરક્ષાબળો પર ફાયરિંગ ચાલુ કરી દીધી.

આ પણ વાંચો: સેનાએ આપ્યો સંદેશ, કાશ્મીર ઘાટીમાં દરેક આતંકી ખતમ થવા સુધી ચાલશે મિશન

આતંકીઓના માર્યા ગયા પછી હાજીન સાથે બીજા વિસ્તારોની ઘેરાબંધીને કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બાંદીપોરમાં થયેલા એન્કાઉન્ટરમાં હજુ સુધી 2 આતંકીઓ માર્યા ગયાની ખબર આવી રહી છે જયારે કેટલાક આતંકીઓ સંતાયા હોવાની આશંકા જોતા આ વિસ્તારમાં તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સોપોરમાં પણ સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જો ભારત પાસે રાફેલ હોત તો નષ્ટ થઈ ગયા હોત પાક જેટ્સ: રિટાયર્ડ એરફોર્સ ચીફ

શોપિયામાં પણ એન્કાઉન્ટર ચાલુ

હાલમાં શોપિયાંમાં બંને તરફથી ફાયરિંગ થઇ રહ્યું છે. આ એન્કાઉન્ટર શોપિયાંના રાત્નીપૂરા વિસ્તારમાં ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં આ ચોથું એન્કાઉન્ટર છે. ખબર અનુસાર બધા આતંકીઓ એક મકાનમાં સંતાયા છે અને તેઓ રોકાઈ રોકાઈને ફાયરિંગ કરી રહ્યા છે, જયારે સુરક્ષાબળો ઘ્વારા પણ જવાબી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

English summary
Encounter underway between security forces and terrorists in Shopian
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X