Bangal Exit Poll 2024: યુસૂફ પઠાણ જીતશે કે હારશે? જાણો શું કહે છે એક્ઝિટ પોલ?

Bengal Exit Poll 2024 : પુર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળની બહરામપુર સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા છે. પઠાણ સામે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી છે.

યુસુફ પઠાણ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા છે. આજે સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી પૂરી થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં આ સીટે લોકોને ચૌકાવ્યા છે.

yusuf pathan vs adhir ranjan chowdhury

બંગાળમાં 42 સીટોના ​​એક્ઝિટ પોલ પર નજર કરીએ તો BJP સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. ઈન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલમાં બીજેપીને 22થી 26 બેઠકો મળી રહી છે. TMC બીજા સ્થાને છે. અહીં મમતા બેનર્જીની બેઠકો ઘટતી જોવા મળી રહી છે.

મમતા બેનર્જીની ટીએમસી પાર્ટીને 14થી 18 બેઠકો મળી રહી છે અને કોંગ્રેસને 1થી 2 બેઠકો મળી શકે છે. ટીએમસીના ઉમેદવાર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણનું ભાવિ કોંગ્રેસની બેઠકમાં છુપાયેલું છે.

બહેરામપુરથી કોંગ્રેસ પાર્ટીના સાંસદ અધીર રંજન ચૌધરી મેદાનમાં છે. તેની સામે યુસુફ પઠાણ છે. અધીર રંજન આ સીટ પર મજબૂત પકડ ધરાવે છે. મુસ્લિમ મતદારોને પોતાની તરફેણમાં મેળવીને બેઠક જીતવાની યોજના બનાવીને મમતા બેનર્જીએ યુસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યા છે.

જો એક્ઝિટ પોલના પરિણામો સાચા સાબિત થાય અને કોંગ્રેસને બંગાળમાં બે બેઠકો મળે છે તો યુસુફ પઠાણનું પત્તું કપાઈ શકે છે. લોકસભા ચૂંટણી 2019માં અધીર રંજન ચૌધરી અને અબુ હાસિમ ખાન ચૌધરી કોંગ્રેસમાંથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. અબુ હાસિમ ખાન માલદા દક્ષિણથી સાંસદ બન્યા હતા. આ વખતે ઈશા ખાનને માલદા દક્ષિણથી કોંગ્રેસની ટિકિટ મળી છે.

જો કોંગ્રેસ પોતાની બંને બેઠકો જાળવી રાખવામાં સફળ થશે તો યુસુફ પઠાણ અને મમતા બેનર્જી બંનેને મોટો ફટકો પડશે. જો પઠાણ હારી જાય તો અંગત રીતે તેમના માટે સારું નહીં હોય કારણ કે તેઓ ચૂંટણી લડવા ગુજરાતથી બંગાળ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X