For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગ્લોર બ્લાસ્ટ: દક્ષિણ ભારતમાં કેવી રીતે મૂળિયા મજબૂત કરી રહ્યું છે સિમી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 29 ડિસેમ્બર: બેંગ્લોરની ચર્ચ સ્ટ્રીટ પર બ્લાસ થયો તો સૌથી પહેલાં શંકા સ્ટૂડેંટ ઇસ્લામિક મૂવમેંટ ઑફ ઇન્ડિયા પર ગઇ. આમ એટલા માટે કારણ ગુપ્તચર વિભાગના એક રિપોર્ટે આ સંગઠન વિશે ચોંકાવનારા તથ્યો તાજેતરમાં જ ગૃહમંત્રાલયને સોંપ્યા હતા. પોલીસે તે બધા તથ્યોને ગંભીરતાથી લીધા, પરંતુ કદાચ ક્યાંક ચૂક રહી ગઇ અને ચર્ચ સ્ટ્રીટ ચેન્નઇની એક મહિલા મોતનું કારણ બની ગઇ. જવા દો સિમી આ બ્લાસ્ટની પાછળ છે કે નહી, તે તો તપાસનો વિષયનો છે, પરંતુ અમે તમને એનઆઇએના રિપોર્ટના કેટલાક તથ્યોથી રૂબરૂ કરાવી શકીએ છીએ. તો ચાલો જાણીએ કે સિમી દક્ષિણ ભારતમાં કયા પ્રકારે પોતાના પગ જમાવી રહ્યું છે.

સૌથી પહેલાં અમે તમને જણાવી દઇએ કે સિમી તે સંગઠન છે, જે પોતાના આકાની ધરપકડ બાદ તૂટી ગયું હતું, પરંતુ ગત બે-ત્રણ વર્ષોમાં આ ફરી એકવાર મજબૂતીથી ઉભરી આવ્યું છે. આ દક્ષિણમાં કયા પ્રકારે મૂળીયાં મજબૂત કરી રહ્યું છે, આવો જાણીએ આ મહત્વપૂર્ણ બિંદુઓમાં-

bangalore-blast-12

- દક્ષિણ ભારતમાં સિમીનું નેટવર્ક ત્રણ વર્ષમાં ખૂબ મજબૂત થઇ ગયું છે.
- આ સંગઠને ઘણા ઉતાર ચઢાવ જોયા અને હવે ઇન્ડિયન મુજાહિદ્દીનની સાથે મળીને મજબૂતીથી ઉભરી રહ્યું છે.
- સિમીના પાંચ આતંકવાદી ખંડવા જેલમાંથી ભાગી ગયા હતા જે અત્યારે દેશના અલગ-અલગ રાજ્યોમાં ફેલાઇ ગયા છે.
- આ સંગઠને ઘન એકઠું કરવા માટે ચેન્નઇ અને પૂણેમાં બેંકોમાં લૂંટ કરી.
- સિમીની પાસે બોમ્બ બ્નાવનાર કોઇ એક્સપર્ટ નથી. દરેક વખતે લો ઇંટેંસિટીવાળા બોમ્બ જ કરી શકે છે.
- જે પ્રકારે બોમ્બ બનાવે છે, તે ભલે ઓછી તીવ્રતાવાળા હોય છે, પરંતુ ખૂબ જ ખતરનાક હોય છે.
- ચેન્નઇ અને પૂણેમાં જે પ્રકારે ટાઇમરનો ઉપયોગ આ લોકોએ કર્યો, તેનાથી જ ખબર પડે છે કે ટાઇમરના એક્સપર્ટ નથી.
- સિમીના ભાગેલા આતંકવાદી જેલમાંથી ફરાર થયા બાદ એક સાથે ભેગા થયા નથી.
- તેમનું માનવું છે કે અલગ-અલગ રહીને જ આ સંગઠનને મજબૂત કરી શકે છે.

English summary
After a low intensity blast in Bangalore's Church Street, probe team have started looking for a group such as the Students Islamic Movement of India. This is a group which is carrying out an attack in South India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X