બેંગ્લોરમાં મળે છે સૌથી વધુ પગાર, સ્ટડીમાં થયો ખુલાસો

બેંગ્લોરમાં મળે છે સૌથી વધુ પગાર, સ્ટડીમાં થયો ખુલાસો

બેંગ્લોરઃ ભારતમાં સૌથી વધુ પગાર ચૂકવતાં સેક્ટર હોય તો તે હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ, સોફ્ટવેર એન્ડ આઈટી સર્વિસસ સેક્ટર છે. લિંક્ડઈને તાજેતરમાં જ પોતાના પ્લેટફોર્મ પર રહેલ ડેટાનું એનાલિસિસ કરીને એક અભ્યાસ કર્યો હતો. પહેલી વખત કરવામાં આવે આ અભ્યાસમાં કર્મચારીઓના પગારને લઈને કેટલાય ખુલાસા થયા અને કેટલાંય રાજ્યોનો ભ્રમ પણ આ અભ્યાસ તોડી શકે છે.

office

શહેર મુજબ જોઈએ તો બેંગ્લોર સૌથી વધુ પગાર ચૂકવે છે, અને તેમાં પણ ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પગાર મળી રહ્યો છે. બેંગ્લોર બાદ મુંબઈ અને દિલ્હીમાં કામ કરતા કર્મચારીઓને સારો પગાર મળી રહ્યો છે. હાર્ડવેર અને નેટવર્કિંગ સેક્ટર્સમાં વાર્ષિક 15 લાખ સુધીનું પેકેજ આપવામાં આવી રહ્યું છે, સોફ્ટવેર જોબમાં 12 લાખ અને કન્ઝ્યૂમર જોબમાં 9 લાખનું પેકેજ મળી રહ્યું છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે હાર્ડવેર સેક્ટરમાં કરવામાં આવતી પગારની વધુ ચૂકવણી પરંપરાગત નથી, બલકે નેટવર્કિંગ ક્ષેત્રમાં તે પરંપરાગત છે. સેમિકંડક્ટર ટૂલ્સ કંપનીના શિવાનંદ કોટેશ્વરે કહ્યું કે, વિશાળ શ્રેણીમાં ચીપ ડિઝાઈન ઈમ્પ્લિમેન્ટેશન ભારતમાં શરૂ થવાના કારણે VLSI (વેરી લાર્જ સ્કેલ ઈન્ટીગ્રેશન)માં પેકેજ પણ વધુ આપવામાં આવી રહ્યું છે. VLSIએ એક ચીપમાં હજારો ટ્રાન્ઝિસ્ટર્સ અથવા ડિવાઈઝને જોડીને ઈન્ટીગ્રેટેડ સર્કિટ બનાવવાની એક પ્રક્રિયા છે. તેમાં પણ ફિઝિકલ ડિઝાઈન એન્જિનિયર્સ માટે તે વરદાન સમાન સાબિત થયું, બે વર્ષ પહેલા તેમનો પગાર તેમના અનુભવથી 3 ગણો હતો, પરંતુ આજે 4.5થી 5 ગણો પગાર તેમને મળી રહ્યો છે.

નેટવર્કિંગ પર CISCOના વીસી ગોપાલરત્નમે કહ્યું કે એન્ટરપ્રાઈઝિસમાં નેટવર્ક એ કેન્દ્રમાં છે અને તે ડિજિટલ ટ્રાન્ફોર્મેશનનો પાયો બનાવે છે. ડેટાનું વિશાળ પ્રમાણમાં વિતરણ થતું હોવાથી ગ્રાહકોએ જટિલતા અને સુરક્ષા મુદ્દે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે કેટલાંય સંશોધનો થઈ રહ્યાં છે અને તેને પગલે નેટવર્કિંગ રોલ અને સ્કીલ્સની માંગ પણ વધી રહી છે.

જ્યારે સોફ્ટવેર સેક્ટરમાં નવી ડિજિટલ ટેક્નોલોજીને પગલે પગારમાં નવો વધારો જોવા મળી રહ્યો છે. AI અને મશીન લર્નિંગ સોફ્ટવેર બનાવતા એન્જિનિયર્સની સેલેરી તો તેમાં પણ બહુ વધુ છે. જુલિયા કોમ્પ્યુટિંગના કો-ફાઉન્ડર વિરલ શાહે કહ્યું કે, માત્ર પ્રોગ્રામ બનાવી લે તેવા જ નહિ બલકે ડોમેઈનને સરખી રીતે સમજે છે તેવા કર્મચારીઓને પણ સારો પગાર આપવામાં આવે છે, પછી ડોમેઈન એક્સપર્ટાઈઝ ભલેને ફાઈનાન્સ, એન્જિનિયરિંગ, બિઝનેસ, સાયન્ટિફિક કે મેડિકલ જ કેમ ન હોય. જેમ કે બાયોમેડિકલ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી આવતા તમામ AI પ્રોગ્રામર્સ નેક્સ્ટ જનરેશન મેડિકલ ડિવાઈઝ બનાવે છે.

લિંક્ડઈનના અભ્યાસમાં જાણવા મળ્યું કે બેંગ્લોર બાદ મુંબઈમાં એવરેજ પેકેજ 12 લાખ રૂપિયાનું આપવામાં આવે છે જે બાદ દિલ્હી-એનસીઆરમાં 9 લાખ રૂપિયા આપવામાં આવે છે. અને તે બાદ હૈદરાબાદમાં 8.5 લાખ અને ચેન્નઈમાં 6.3 લાખ રૂપિયાનું પેકેજ આપવામં આવે છે. તેમાંથી પણ સૌથી વધુ પગાર મળતો હોય તેવા હોદ્દામાં એન્જિનિયરિંગના ડિરેક્ટર, ચીફ ઓપરેટિંગ ઑફિસર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, વાઈસ પ્રેસિડેન્ટ સેલ્સ અને સિનિયર પ્રોગ્રામ મેનેજરનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે લિંક્ડઈને પોતાના પ્લેટફોર્મમાં સેલેરી ઈન્સાઈટ ટૂલ ઉમેર્યું છે, જ્યાં 50 મિલિયનથી વધુ યૂઝર્સ છે. આ અભ્યાસ માટે લિંક્ડઈન છેલ્લા 2 મહિનાથી ડેટા એકઠો કરી રહ્યું હતું. જેમ જેમ વધુ યૂઝર્સ ડેટા અપતા ગયા તેમ તેમ ઈનસાઈટ્સ વધુ શ્રેષ્ઠ બનતું ગયું.

આ પણ વાંચો- દેશના 50 ટકા એટીએમ આવનારા 4 મહિનામાં બંધ થઇ જશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X