દેશના 50 ટકા એટીએમ આવનારા 4 મહિનામાં બંધ થઇ જશે
આવતા વર્ષે માર્ચ સુધી દેશના 50 ટકા કરતા પણ વધારે એટીએમ બંધ થઇ શકે છે. કોન્ફીડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (CATMi) ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા ચાર થી પાંચ મહિનામાં દેશના 50 ટકા એટીએમ બંધ થઇ શકે છે.
આવતા વર્ષે માર્ચ સુધી દેશના 50 ટકા કરતા પણ વધારે એટીએમ બંધ થઇ શકે છે. કોન્ફીડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (CATMi) ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા ચાર થી પાંચ મહિનામાં દેશના 50 ટકા એટીએમ બંધ થઇ શકે છે. CATMi અનુસાર દેશમાં 2.38 લાખ એટીએમ છે. તેમાંથી 1.13 લાખ એટીએમ બંધ થઇ શકે છે. બોર્ડ ઘ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં બેંક એટીએમ બંધ થવાથી હજારો રોજગાર પ્રભાવિત થશે.
આ પણ વાંચો: શું તમે પણ પ્રાઈવેટ નોકરી કરો છો, તો આ છે મોદી સરકાર તરફથી સારા સમાચાર

બદલાયેલા નિયમોથી પરેશાન છે સંસ્થા
એટીએમ સેવા આપતી કંપનીઓને માર્ચ 2019 સુધીમાં 1.13 લાખ એટીએમ બંધ કરવા પડી શકે છે. તેમાંથી 1 લાખ ઓફસાઈટ એટીએમ અને 15 હજાર વાઈટ લેબલ એટીએમ છે. એટીએમ સંસ્થા અનુસાર હાલમાં જ એટીએમ હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડ અંગે જે નિયમ કાનૂન આવ્યા છે તેને કારણે એટીએમ ચલાવવું મુશ્કિલ થઇ ગયું છે. CATMi અનુસાર ફક્ત નવી કેશ લોજેસ્ટીક અને કેસેટ સ્વેમ મેથડમાં બદલાવ કરવાથી 3000 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે
CATMi ઘ્વારા પહેલા જ જણાવવામાં આવ્યું છે કે એટીએમ કંપનીઓ, બ્રાઉન લેબલ અને વાઈટ લેબલ એટીએમ પ્રદાતા પહેલાથી જ નોટબંધી ઘ્વારા થયેલા નુકશાન સામે ઝઝુમી રહ્યા છે. જો બેંક બોજ નહીં ઉઠાવે તો સંસ્થા અનુસાર એટીએમ સર્વિસ આપતી કંપનીઓને એટીએમ પાછળ ખર્ચો વધારે થતો હોવાને કારણે બંધ કરવા પડી શકે છે.

સોફ્ટવેર અપગ્રેડ કરવા માટે ભારે ખર્ચ આવશે
એટીએમ ઇન્ડસ્ટ્રી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં નિયમોમાં બદલાવ આવ્યા છે. એટીએમ હાર્ડવેર અને સોફ્ટવેરને નવી નોટોના હિસાબે અપગ્રેડ કરવા પડી રહ્યા છે. આ બધા પર લગભગ 3000 કરોડનો ખર્ચ આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં એટીએમની સંખ્યા ઓછી કરવામાં આવી શકે છે. એટીએમ ઇન્ડસ્ટ્રીએ જયારે બેંક સાથે કોન્ટ્રેક કર્યો હતો ત્યારે તેમને આ ખર્ચનો અંદાઝો નહીં લગાવ્યો હતો. તેમાં ઘણા કરાર પાંચ વર્ષ માટે કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
