For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે પણ પ્રાઈવેટ નોકરી કરો છો, તો આ છે મોદી સરકાર તરફથી સારા સમાચાર

કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કરોડો નોકરિયાતોને રાહત આપશે. સૂત્રોનો દાવો છે કે સરકાર આ વર્ષના અંત સુધીમાં ગ્રેચ્યુઈટીની સમય મર્યાદા ઘટાડવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કરોડો નોકરિયાતોને રાહત આપશે. સૂત્રોનો દાવો છે કે સરકાર આ વર્ષના અંત સુધીમાં ગ્રેચ્યુઈટીની સમય મર્યાદા ઘટાડવાની તૈયારી કરી રહી છે. હાલ કોઈ પણ કંપનીમાં કામ કરતા કર્મચારીને 5 વર્ષ નોકરી કરવા પર ગ્રેચ્યુટીનો લાભ મળે છે.

આ પણ વાંચો: લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની મર્યાદા થશે નક્કી, સેબી લાવશે નિયમ

હવે સરકાર આ સમય મર્યાદા ઘટાડીને 3 વર્ષ કરી શકે છે. આમ થયું તો કરોડો કર્મચારીઓને તેનો ફાયદો મળશે. જો કે, કેટલાક સમય પહેલા પણ ગ્રેચ્યુઈટીની મર્યાદા ઘટાડવાના સમાચાર આવી ચૂક્યા છે.

ગ્રેચ્યુઈટી શું છે?

ગ્રેચ્યુઈટી શું છે?

ગ્રેચ્યુઈટી કર્મચારીના પગારનો એ ભાગ છે, જે કંપની કે તમારા માલિક એટલે કે એમ્પલોયર તમારી વર્ષોની સેવાના બદલામાં આપે છે. જેને તમે નોકરી પૂરી કર્યા પછી કે નોકરી છોડ્યા બાદ મેળવી શકો છો. ગ્રેચ્યુઈટી એ યોજના છે, જે નિવૃત્તિ બાદ ઉપયોગી છે. તમારી કંપની કે માલિક દ્વારા તે તમને અપાય છે.

શ્રમ મંત્રાલય પાસેથી માંગી સલાહ

શ્રમ મંત્રાલય પાસેથી માંગી સલાહ

ટ્રેડ યુનિયન લાંબા સમયથી પ્રાઈવેટ સેક્ટરમાં ગ્રેચ્યુઈટીની સમય મર્યાદા ઘટાડવાની માગ કરી રહ્યા છે. ટ્રેડ યુનિયનના પદાધિકારીઓનું કહેવું છે કે પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીને લઈ અનિશ્ચિતતાઓ વધી રહી છે. આ ઉપરાંત કર્મચારીઓ પણ જલ્દી જલ્દી નોકરી બદલે છે.

પરંતુ ગ્રેચ્યુઈટી માટે 5 વર્ષ સતત એક કંપનીમાં કામ કરવું જરૂરી છે. એટલે 5 વર્ષ પહેલા નોકરી બદલનાર કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનું નુક્સાન થાય છે. લેબર મિનિસ્ટ્રીએ આ મામલે ઈન્ડસ્ટ્રી પાસે સલાહ માગી છે કે ગ્રેચ્યુઈટીની સમય મર્યાદા ઘટાડવાથી શું થશે.

30 દિવસની સેલરી પર નક્કી થશે ગ્રેચ્યુઈટી

30 દિવસની સેલરી પર નક્કી થશે ગ્રેચ્યુઈટી

લેબર મિનિસ્ટ્રી ગ્રેચ્યુઈટીની ગણતરી કરવાની રીત પણ બદલે તેવી શક્યતા છે. જે મુજબ ગ્રેચ્યુઈટીની ગણતરી 30 દિવસના પગાર પર થશે. હાલ પ્રાઈવેટ સેક્ટરમાં કર્મચારીની 15 દિવસની સેલરી પર ગ્રેચ્યુઈટી ગણાય છે.

English summary
govennment can reduce time limit for gratuity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X