For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની મર્યાદા થશે નક્કી, સેબી લાવશે નિયમ

બજાર નિયામક સેબી 'લિક્વિડ' એટલે કે તરલ મ્યુચ્યુઅલ ફંડ માટે નિયમો વધુ કડક કરી શકે છે. અને રોકાણને એક લઘુત્તમ સમય સુધી જાળવી રાખવા માટે મર્યાદા નક્કી કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

બજાર નિયામક સેબી 'લિક્વિડ' એટલે કે તરલ મ્યુચ્યુઅલ ફંડ માટે નિયમો વધુ કડક કરી શકે છે. અને રોકાણને એક લઘુત્તમ સમય સુધી જાળવી રાખવા માટે મર્યાદા નક્કી કરી શકે છે. સોમવારે આ અંગે વરિષ્ઠ અધિકારીઓએ માહિતી આપી છે.

બજાર નિયામક સેબી લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ માટે નિયમ કડક બનાવી શકે છે. રોકાણ માટે એક લઘુત્તમ સમયમર્યાદા પણ નક્કી થઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ સેબી લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણકારો દ્વારા લાગવાયેલા પૈસા સરકારી ટેર્ઝરી બિલ અને અન્ય સરકારી પ્રતિભૂતિયો સિક્યોરિટીઝમાં લગાવવામાં આવે છે. તેમાં રોકાણ પર જોખમ ઓછું હોય છે અને સિક્યોરિટીઝ માટે એક માર્કેટ સતત ઓપન હોય છે.

આ પણ વાંચો: વીમા પૉલિસીને વચ્ચે જ છોડી દીધી છે, તો થઈ શકે છે આ નુકસાન

સિક્યોરિટીઝને કેટેગરીમાં વહેંચી શકાય છે

સિક્યોરિટીઝને કેટેગરીમાં વહેંચી શકાય છે

અધિકારીઓનું કહેવું છે કે સેબી લિક્વિડ ફંડમાં માટે ટૂંકા ગાળાના લોક ઈન (એટલે કે રોકાણને ચાલુ રાખવાનો સમયગાળો) નક્કી કરવાની સાથે સિક્યોરિટીઝને લિક્વિડ (તાત્કાલિક લઈ શકાય તેવી) સિક્યોરિટીઝ અને નોન લિક્વિડ સિરીઝની સિક્યોરિટીઝમાં વહેંચી શકે છે. તેમને બજારમાં રિડીમ કરવી મુશ્કેલ હોય છે.

માર્ક ટૂ માર્કેટ વેલ્યુ અનિવાર્ય કરવા પર ધ્યાન

માર્ક ટૂ માર્કેટ વેલ્યુ અનિવાર્ય કરવા પર ધ્યાન

આ ઉપરાંત સેબી લિક્વિડ ફંડ માટે માટે તમામ બોન્ડ માર્કેટ ટુ માર્કેટ વેલ્યુ નક્કી કરવા પર ધ્યાન આપી રહ્યો છે. જેની મેચ્યોરિટી 30 દિવસની હોય છે. માર્ક ટૂ માર્કેટ વેલ્યુનો આશય સંપત્તિના વર્તમાન મૂલ્યને આધાર બનાવવાનો છે. હાલ તો 60 દિવસ કે તેનાથી વધુ સમયની સિક્યોરિટીઝને માર્ક ટૂ માર્કેટ વેલ્યુ તરીકે રખાય છે.

મ્યુચ્યુઅલ ફંડ પરામર્શ સમિતિની બેઠક

મ્યુચ્યુઅલ ફંડ પરામર્શ સમિતિની બેઠક

જો કે અધિકારીઓના કહેવા પ્રમાણે, સેબી દ્વારા નક્કી કરાયેલા મ્યુચ્યુઅલ ફંડ પરામર્શ સમિતિની સોમવારે થયેલી બેઠકમાં આ પગલાની ચર્ચા થઈ હોવાની શક્યતા છે. બાદમાં પણ સેબી અંતિમ નિયમન લાવતા પહેલા પરામર્શ પત્ર જાહેર કરી શકે છે.

English summary
new rule about investment in mutual fund.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X