એર હોસ્ટેસનો વીડિયો બનાવવાવાળા બાંગ્લાદેશીની ધરપકડ...
ઈન્ડીગો ફ્લાઈટની 23 વર્ષની એર હોસ્ટેસ નો વીડિયો બનાવવાના આરોપમાં એક બાંગ્લાદેશી યાત્રીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ફ્લાઈટ ટેક ઓફ થતા પહેલા એર હોસ્ટેસની પરવાનગી વિના તેનો વીડિયો બનાવવા લાગ્યો. જાણકારી મુજબ આ મામલો કલકતા-મુંબઈ ફ્લાઈટનો છે.
એર હોસ્ટેસ ની ફરિયાદ કર્યા બાદ એરપોર્ટ પોલીસે આરોપીને પકડી લિધો. આરોપીની ઓળખ 38 વર્ષીય અસીમ ભુમિક ના રૂપમાં થઇ જે મૂળરૂપ થી બાંગ્લાદેશમાં રહે છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ જણાવ્યું કે અસીમને આઈપીસી ની ધારા 354ના ગુનામાં પકડવામાં આવ્યો છે.

ધારા 354 નો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જયારે કોઈ મહિલાની માન, મર્યાદા કે સમ્માનને નુકસાન પહોચાડવામાં આવ્યું હોઈ. ક્યાં તો પછી કોઈ ખોટો ઈરાદો કે પછી જબરજસ્તી કરવામાં આવી હોઈ. આપણે જણાવી દઈએ કે એર હોસ્ટેસની ફરિયાદ બાદ ફ્લાઈટમાં હાજર બધા યાત્રીઓએ પણ પોલીસને જણાવ્યું કે તે વ્યક્તિ મોબાઈલથી એર હોસ્ટેસ ની તસ્વીરો લઇ રહ્યો હતો.












Click it and Unblock the Notifications
