For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનમાં શું ખુલ્લું રહેશે, અહીં જુઓ આખી યાદી

લૉકડાઉનમાં શું ખુલ્લું રહેશે, અહીં જુઓ આખી યાદી

|
Google Oneindia Gujarati News

દેશભરમાં 3 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યા બાદ આજે બુધવારે ગૃહ મંત્રાલય દ્વારા સુધારેલી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં અમુક સર્વિસ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે 20 એપ્રિલ બાદ કૃષિલક્ષી પ્રવૃત્તિ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે.

Coronavirus

ગૃહ મંત્રાલયના આદેશમાં જણાવાયું છે કે લોકોની મુશ્કેલીમાં ઘટાડો કરવા માટે અમુક પસંદગીની વધારાની પ્રવૃત્તિઓને પણ 20 એપ્રિલ બાદથી મંજૂરી આપવામાં આવી શકે છે.

શું ખુલ્લું રહેશે તેની આખી યાદી જુઓ

  • ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ
  • મત્સઉદ્યોગ
  • 50 ટકા કામદારો સાથે ટી, કોફી પ્લાન્ટેશનનું કામકાજ ચાલુ રાખી શકાશે
  • દૂધ અને મિલ્ક પ્રોડક્ટના વેચાણ સહિતની પશુપાલનની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે
  • મરઘાં ઉછેર કેન્દ્રો સહિત પશુધન ઉછેરની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે
  • એનિમલ ફીડ મેન્યુફેક્ચરિંગ અને ફીડ પ્લાન્ટ્સ
  • બેંક, એટીએમ
  • બાળ ગૃહ, દિવ્યાંગ, માનસિક અશક્ત, વૃદ્ધો, વિધવાઓ, અનાથ વગેરેના ગૃહ સહિતની સામાજિક સંસ્થાઓ ખુલ્લી રહેશે.
  • આંગણવાડી
  • ઓનલાઈન શિક્ષણ અને ડિસ્ટન્સ લર્નિંગને પ્રોત્સાહન પૂરું પડાશે
  • મનરેગા કામદારોને મંજૂરી મળશે.
  • ઓઇલ અને ગેસ ક્ષેત્ર, જનરેશન, પાવર ટ્રાન્સમિશન ઉપરાંત પોસ્ટ ઑફિસ, ટેલિકોમ્યુનિકેશન, ઈન્ટરનેટ સર્વિસ, વૉટર સેનિટેશન અને વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટર વગેરે ખુલ્લાં રહેશે.
  • માત્ર કાર્ગો અને રાહત હેતુસર એર અને રેલ સેવા ચાલુ રહેશે.
  • સ્થાનિક, છૂટક, ઈ-કોમર્સ દ્વારા આવશ્યક માલની સપ્લાયને મંજૂરી મળશે.
  • કરિયાણાની દૂકાન, સસ્તા અનાજની દુકાન વગેરે ખુલ્લી રહેશે.
  • હોમ ડિલિવરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી શકે છે.

Lockdown-2 માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું ખુલશે- શું બંધ રહેશેLockdown-2 માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું ખુલશે- શું બંધ રહેશે

English summary
Bank, Atm, social sectors to be allowed during lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X