For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરી લો કેશની વ્યવસ્થા કારણકે શનિવારથી ત્રણ દિવસ સુધી બંધ રહેશે બેંક

જો તમારે બેંક સંબંધિત કોઈ પણ નાનુ મોટુ કામ હોય તો તેને 27 એપ્રિલ (શુક્રવાર) સુધી પતાવી દો કારણકે એપ્રિલના છેલ્લા દિવસોમાં બેંક બંધ રહેશે.

|
Google Oneindia Gujarati News

જો તમારે બેંક સંબંધિત કોઈ પણ નાનુ મોટુ કામ હોય તો તેને 27 એપ્રિલ (શુક્રવાર) સુધી પતાવી દો કારણકે એપ્રિલના છેલ્લા દિવસોમાં બેંક બંધ રહેશે. હા, 28, 29 અને 30 એપ્રિલે બેંક બંધ છે અને પછી 1 મે થી કામકાજ સામાન્ય થઈ જશે. 3 દિવસ બાદ બેંક ખુલશે ત્યારે ભીડ થવાની સંભવના છે. આની અસર એટીએમ સેવાઓ પર પડશે. જેના લીધે લોકોને ફરી એકવાર કેશની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. થોડા દિવસ પહેલા લગભગ 8 રાજ્યો દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, બિહાર, તેલંગાના, ઝારખંડ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેશનું સંકટ રહ્યું હતુ. એટીએમમાં કેશ ન હોવાની ફરિયાદો મળી હતી.

3 દિવસ બેંક બંધ રહેવાનું કારણ

3 દિવસ બેંક બંધ રહેવાનું કારણ

28 એપ્રિલે મહિનાનો ચોથો શનિવાર છે માટે બેંકોમાં રજા રહેશે. તમને જણાવી દઈએ કે મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ હોય છે. આ વ્યવસ્થા સપ્ટેમ્બર 2015 થી લાગૂ છે. બેંક કર્મચારીઓની માંગ પૂરી કરીને સરકારે આ વ્યવસ્થા લાગૂ કરી હતી. 29 એપ્રિલે સાપ્તાહિક રજાના કારણે બેંક બંધ રહેશે અને 30 એપ્રિલે સરકારે બુદ્ધપૂર્ણિમાને રજા આપી છે. તેમને જણાવી દઈએ કે આ પહેલા માર્ચના અંતિમ દિવસોમાં અને એપ્રિલની શરુઆતમાં પણ બેંક ચાર દિવસ માટે બંધ હતી.

થઈ શકે છે કેશની અછત

થઈ શકે છે કેશની અછત

બેંકો ત્રણ દિવસ બંધ રહેવાને કારણે કેશની અછત સર્જાઈ શકે છે. છેલ્લા ઘણા દિવસોથી દેશભરના ઘણા ભાગોમાં એટીએમથી લઈને બેંક બ્રાંચો સુધી કેશની અછતને કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જો કે, સ્ટેટ બેંકના સ્થાનિક કાર્યાલયમાંથી મળેલી સૂચના અનુસાર સતત ત્રણ દિવસ સુધી બેંક બંધ રહેવા છતાં એટીએમમાં કેશની અછત નહિ સર્જાય કારણકે મોટાભાગના એટીએમમાં કેશ રાખવા માટે થર્ડ પાર્ટીની સેવાઓ લેવામાં આવે છે. આ ઉપરાંત બ્રાંચ એટીએમમાં પણ પૈસા ભરી દેવામાં આવશે જેથી તકલીફ ન પડે.

કેશની અછત પર શું કહેવું હતુ નાણા મંત્રાલયનું

કેશની અછત પર શું કહેવું હતુ નાણા મંત્રાલયનું

નાણા મંત્રાલય અનુસાર દેશમાં દર મહિને લગભગ 20 હજાર કરોડ રુપિયા કેશની માંગ હોય છે. એપ્રિલની શરુઆતના બે સપ્તાહમાં માંગ વધીને 40 હજાર કરોડ રુપિયાથી 45 હજાર કરોડ રુપિયા વચ્ચે થઈ ગઈ, જેના કારણે કેશની અછત થઈ.

English summary
bank will closed fro 3 days from 28 to 3o april 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X