Video: ગર્લફ્રેંડ ને મળવા આવેલા બોયફ્રેન્ડના કપડાં કાઢીને પીટાઈ કરી

ઉત્તરપ્રદેશ ના બરેલીમાં જોવા મળ્યો. અહીં પોતાની ગર્લફ્રેંડ ને મળવા આવેલો બોયફ્રેન્ડ છોકરીના ઘરના લોકોના ગુસ્સાનો શિકાર બન્યો.

આપણે ભારત દેશમાં રહીયે છે અને અહીં ન્યાય અને વ્યવસ્થા અનુસાર જ દેશ ચાલે છે. પરંતુ ઘણીવાર એવા કિસ્સા બની જાય છે જે આપણે વિચારવા પર મજબુર કરી દે છે. આવો જ એક ગંભીર મામલો ઉત્તરપ્રદેશ ના બરેલીમાં જોવા મળ્યો. અહીં પોતાની ગર્લફ્રેંડ ને મળવા આવેલો બોયફ્રેન્ડ છોકરીના ઘરના લોકોના ગુસ્સાનો શિકાર બન્યો. એટલું જ નહીં પરંતુ છોકરા સાથે ગયેલા તેના મિત્રો તેના શિકાર બન્યા. છોકરીના ઘરવાળાઓ એ તેમને નાગા કરીને માર્યા. છોકરાઓની ધુલાઈ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવ્યો અને સોશ્યિલ મીડિયા પર વાયરલ કરી દીધો. પોલીસ ઘ્વારા આખી ઘટના માટે જાંચના આદેશ આપવામાં આવ્યા છે.

બરેલીના ફરિદપુર નો મામલો

બરેલીના ફરિદપુર નો મામલો

આ વીડિયો બરેલીના ફરિદપુર નો છે. જ્યાં આમિર નામનો એક છોકરો તેના બીજા બે મિત્રો સાથે પોતાની પ્રેમિકાને મળવા આવ્યો હતો. ત્યારે જ છોકરીના પરિવારમાં કોઈએ તેમને જોઈ લીધા. ત્યારપછી તે છોકરા અને તેની સાથે આવેલા તેના મિત્રોની બેરહમીપૂર્વક પીટાઈ શરૂ કરી દીધી.

પીટાઈનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ

પીટાઈનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ

આમિર ની પીટાઈ વખતે મારવાવાળા લોકોએ તેમની પીટાઈનો વીડિયો બનાવી લીધો. યુવકના કપડાં કાઢીને તેની પીટાઈનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યો. ત્યારપછી તે યુવકોને ફરિદપુર સ્ટેશને જઈને પોલીસને સોંપી દેવામાં આવ્યા. પોલીસે પણ કોઈ પણ કાર્યવાહી કર્યા વિના તેમને છોડી દીધા.

એસપી એ ઇન્સ્પેક્ટરને ફટકાર લગાવી

એસપી એ ઇન્સ્પેક્ટરને ફટકાર લગાવી

આખો મામલો એસપી ની સામે આવ્યો ત્યારે તેમને ઇન્સ્પેક્ટર ને ફટકાર લગાવી અને બંને પક્ષો પર કેસ દાખલ કરી આરોપીઓની ધરપકડ ના આદેશ આપ્યા. તેમને જણાવ્યું કે જે યુવકની પીટાઈ થયી તેની પર છેડછાડ નો આરોપ અને જેમને પીટાઈ કરી તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X